________________
ભક્તામર શ્લોક ૩૧ છટાટાય તવ વિભાતિ શશાફેંકાન્ત - મુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્ | મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ધ શોભે, પ્રખ્યાયિતુત્રિાજગતઃ પરમેશ્વરત્વમ્ || ૩૧il શોભે છશો ઉપરતો ઉજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણના તેજ ને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્રી શોભા અનેરી,
દેખાડે છે ત્રણ ભુવનની સ્વામીતા આપ કેરી. | ૩૧ // ભાવાર્થ :
હે પ્રભુ! તમારા મસ્તક ઉપર ચંદ્રના જેવા મનોહર સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમૂહની રચનાથી વિશેષ શોભતાં ત્રણ છત્રો તમારું ત્રણ જગતનું સ્વામીપણું સૂચવે છે.'
દેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય જ છે એટલે અશોકવૃક્ષનું વર્ણન કર્યું તેમાં ઉપલક્ષણથી બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન થઈ ગયું સમજવું. // ૩૧ |
ભક્તામર શ્લોક ૩૨ ઉદ્રિોમનવપટ્ટજપુન્નકાન્તિ, પલ્લસણખમયૂખશિખાભિરામ | પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્ત ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પત્તિ // કરો સોના જેવા નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિષે પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે,
ત્યાં ત્યાં દેવો કમલદલની સ્થાપના કરે છે. / ૩૨ // ભાવાર્થ :
હે જિનેનદ્ર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળના સમૂહની કાંતિવાળા તથા ચોતરફ પ્રસરતા નખના કિરણોની શ્રેણીવડે મનોહર એવા તમારા બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળોને રચે છે. ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણકમળ નીચે દેવતાઓ
For Private 1 € )onal Use Only
Jain Education International
www.jainelibrary.org