________________
સુવર્ણના નવ કમળો વખતો-વખત પરાવર્તન કરી રચે છે. / ૩૨ //
ભક્તામર શ્લોક ૩૩ ઇન્દુ યથા તવ વિભૂતિભૂજ્જિનેન્દ્ર ! ધર્મો પદેશનવિધ ન તથા પરસ્ય | યાદ પ્રભા દિનકૃત પ્રહતાધકારા,
તાદે કુતો ગ્રહગણમ્ય વિકાશિનો ડપિ //૩૩ દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; જેવી કાંતિ તિમિર હરતી સૂર્યકેરી દીસે છે,
તેવી ક્યાંથી ગ્રગણ તણી કાંતિ વાસો વસે છે ? | ૩૩ // ભાવાર્થ :
હે જિનેશ્વર! આ પ્રમાણે ધર્મોપદેશના સમયે જેવી તમારી વિભૂતિ હોય છે તેવી અન્ય દેવોની હોતી નથી કારણ કે સૂર્યની કાંતિ જે પ્રકારે અંધકારનો નાશ કરે છે તે પ્રકારે બીજા સર્વગ્રહો વિકસ્વર હોય તો પણ કરી શકે નહીં. ૩૩ી.
ભક્તામર શ્લોક ૩૪ શ્નો તમંદાવિલ વિલો લ ક પ લ મૂલ - મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકો પમ્ | ઍ રા વ તા ભમિ ભ મ દ્ધ ત મા ૫ ત તું , દેવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્ //૩૪ll જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; આવો ગાંડોતૂર કરી કદી આવતો હોય સામે,
તેને કાંઈ ભય નવ રહે હે પ્રભુ આપ નામે. / ૩૪ || ભાવાર્થ :
હે ભગવાન! ઝરતા મદ વડે વ્યાપ્ત અને ચપળ તથા ગંડસ્થળને વિષે મન્દોન્મત્તપણે નમતા એવા ભમરાઓના ઝંકાર શબ્દથી જેનો કોપ વધી ગયેલો છે, એવા ઐરાવત હાથી જેવા મોટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોયા છતાં તમારા આશ્રિતોને - ભક્તજનોને લેશ પણ ભય થતો નથી. // ૩૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૭)