________________
ચંચળ રહ્યું છે, ગતિશીલ રહ્યું છે, એક ક્ષણની અંદર મન સમસ્ત બ્રહ્માંડોની પરિક્રમા કરીને પાછું આવી શકે છે. મન બેલગામ અશ્વ જેવું છે, મન બાબરાભૂત જેવું છે, એક સમય માત્રાના માટે પણ મન શાંત રહેતું નથી. આ મન જ બંધન અને મોક્ષના કારણરૂપ છે. આ મનની વિચિત્રતા તો જુઓ ! ગણિકાના મહાલયમાં બેઠેલા નૃત્ય નિહાળતાં શરાબના નશામાં મદહોશ બનેલા માનવીનું મન પોતાની જાતને ભારે ધિક્કારી, પશ્ચાતાપના વમળમાં પરમાત્માની ભક્તિ ઝંખતુ હોય છે. તો મંદિરમાં પરમાત્માની ભક્તિ કરતાં વેપારીનું મન વેપારની આંટીઘૂંટીમાં અટવાયું હોય છે. એક ભોગમાં ડૂબેલો ભક્તિને ઝંખે છે. બીજો ભક્તિ કરતાં સંસાર વધારે છે ! આવી ચિત્ર-વિચિત્ર ગતિ-વિધિ વાળા મનને મિત્ર બનાવી મનને સાધના દ્વારા સાધીને સાધુ બનેલો માનવી મન, વચન, કાયા, ચિત્ત અને ભાવનું મૌન ધારણ કરી સાચા અર્થમાં મુનિ બને છે. આવું મુનિપણું એક અવસ્થા છે. અને પરમાત્મપદ એ સર્વોચ્ચ સ્થિતિ છે. એટલે મુનિઓ માટે જે રાહબર છે, મુનિઓ માટે જે માર્ગદર્શક છે, મુનિઓ માટે જે આરાધ્ય છે તે પરમાત્મપદને અને તે પરમાત્મા ઋષભ જિનેશ્વરને મુનિશ્વર કહેવામાં આવ્યા છે. ભક્તનું “સ્વ” નિરીક્ષણ નીચે જણાવ્યું તેવું હોય.
આચાર્ય ભગવંત એમ કહે છે કે હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. અહીંયા સૌ પ્રથમ પોતાને શક્તિરહિત જણાવે છે. આ જગતમાં જ્યાં સુધી જીવ પોતાની તુલના બીજાની સાથે કરતો હોય છે. ત્યારે તે હંમેશા પોતાને સમર્થ માને છે, તે પોતાને બળવાન માને છે, તે પોતાને બુદ્ધિશાળી માને છે, તે પોતાને જ્ઞાની માને છે. અહંકાર જીવને પુષ્ટ કરી કરીને પોતાની મહત્તાનું ભાન વારંવાર કરાવે છે. અહંકાર ધૂળ કે સૂક્ષ્મ જે રીતે અને જેટલા પ્રમાણમાં જીવમાં રહ્યો હોય ત્યાં સુધી તેને સાચી સ્થિતિનું ભાન થતું નથી. અહંકારી માણસની સ્થિતિ તળેટીમાંથી પહાડ ઉપર ચડતા માણસના જેવી છે, કે જે નીચે રહેલા, પાછળ રહેલા સેંકડો માણસો કરતાં પોતાની જાતને ઉન્નત માને છે. આ સ્થિતિ પોતાના સ્વભાવને ભૂલીને વિભાવમાં રમણતા કરતાં મોહાસક્ત સામાન્ય જીવની છે. જ્યારે આ આસક્તિ, મોહ અને અહંકારના કારણે પોતાની પરાધીનતાનો જેને ખ્યાલ આવ્યો છે. અને જે જન્મ-મરણ રૂપી ગુલામીની જંજીરોને તોડી સંસાર રૂપી કેદખાનામાંથી મુક્ત થવા માટે
Jain Education International
For Private Personal Use Only
૪૧ )
www.jainelibrary.org