________________
અને પોતાની વિદ્વતાથી પોતે જ્યારે અતિપરિચિત હોય ત્યારે અહંકાર પુષ્ટ થાય છે. આવા વિદ્વાનોની સામે કવિ પોતાને અલ્પજ્ઞાનવાળા જણાવે છે. ખરેખર તો એમ છે કેઃ સા વિદ્યા યા વિમુચે | મુક્તિને (મોક્ષને) અપાવે તે જ વિદ્યા સાચી. કવિ આ સાચી વિદ્યાના, સાચા જ્ઞાનના આરાધક છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે ફળ, ફૂલ અને શાખાઓ વધે તેમ ઊંચું વૃક્ષ પણ ધરતી તરફ નમેલું હોય છે. તેજ રીતે જ્ઞાનદશા જેમ વધતી જાય તેમ નમ્રતા વધતી જાય. વિદ્વત્તા ગમે તેટલી ઉચ્ચ કોટિની હોય પણ જે વિદ્વતા અહંકારને પુષ્ટ કરતી હોય તે વિદ્વતા જ્ઞાન નથી, પરંતુ તેને માહિતીનો ખજાનો જરૂર કહી શકાય. સર્વજ્ઞતા તરફ વધતી જતી જ્ઞાનદશા દરેક તબક્કે આત્માને પોતાની પૂર્વની અલ્પજ્ઞતાનું ભાન કરાવી વિકાસક્રમ તરફ આગળ વધારે છે. વિદ્વાનોની સભામાં સાચા જ્ઞાની અલ્પજ્ઞ હોઈ શકે. પરંતુ ભક્તિમાર્ગના આરાધકોમાં આ આચાર્ય ભગવંત હોય કે અન્ય મતપંથના ભક્તકવિ નરસિંહ કે મીરાં કોઈપણ હોય તો તેની પરમાત્મા તરફની ભક્તિ, સમર્પણ અને આજ્ઞાપાલન અત્યંત મૂલ્યવાન છે. ભક્ત જ્યારે ઊંચો અનુભવ અને જ્ઞાનદશાએ પહોંચે ત્યારે વિદ્વાનોમાં પણ તે શિરોમણી બની શકે છે. પરંતુ વિદ્વાન ઊંચી અનુભવ અને જ્ઞાનદશાએ ન પણ પહોંચી શકે.
સ્તુતિરૂપી ઝરણાં કેવી રીતે પ્રગટે છે ?
આ શ્લોકમાં કવિ આગળ જણાવે છે કે હે પ્રભુ તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. તમારા તરફની મારી ભક્તિ નદીમાં આવેલા ઘોડાપૂરની જેમ ઉત્તરોત્તર વધતી જાય છે. મારા રોમેરોમની અંદર આપની ભક્તિ સિવાય કશું છે નહીં. આપના ગુણોની ભક્તિમાં મારો પુરુષાર્થ જેમ જેમ ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે તેમ તેમ પાતાળમાંથી પથ્થરોને તોડીને જેમ પાણીનો અક્ષયપ્રવાહ ધોધરૂપે બહાર આવે, પાણીનો પ્રવાહ જેમ બળાત્કારે પથ્થરોને તોડીને બહાર આવે છે; તેમ અંતરરૂપી પાતાળમાંથી તમારા તરફની ભક્તિ અનંતકાળના જળ–સાથેના એકમેક બનેલા મારા તે સંસ્કારોનો બળાત્કારે નાશ કરી આપની સ્તુતિરૂપે બહાર આવે છે. હૃદયમાંથી નિર્મળ ભક્તિનાં ઝરણાં બહાર આવે છે. ભક્તિરૂપી પાવનગંગા સ્વયં મને વાચાળ બનાવે છે, હે પ્રભુ, ક્યારેક તો મને એમ થાય છે કે હવે મને મુક્તિ પણ ન ખપે, ભવોભવ મને આપની ભક્તિ જોઈએ.
ભક્તામર સ્તોત્રના આ છઠ્ઠા શ્લોકમાં ભક્તિનો અપરંપાર મહિમા કવિએ ગાયો છે. ભક્ત અને ભગવાનના અંત સંબંધને પ્રસ્થાપિત કર્યો છે.
Jain Education International
For Private Personal Use Only
( ૪ )
www.jainelibrary.org