________________
આ ભક્તિનું સુક્ષ્મરૂપ સમજવા જેવું છે. ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેના બાહ્યરૂપ, શક્તિ કે શરીર ઇત્યાદિની ભક્તિ નથી કરતો પરંતુ ભગવાનમાં રહેલી ભગવત્ શક્તિની ભક્તિ કરે છે. પરમાત્માના ગુણોની ભક્તિ કરે છે, સત્તામાં રહેલા તથા અનેક પ્રકારના પોતાના ગુણોને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. અહીં એ પણ એટલું જ અભિપ્રેત અને સાચું છે કે ભક્તિની અંદર પૂર્ણરૂપે ડૂબેલો જીવ પરમાત્મામાં જે પરમ ચૈતન્યનું દર્શન કરે છે અને સત્તામાં રહેલા પોતાના પરમ ચૈતન્યનો સ્વીકાર કરે છે તેવીજ રીતે ચારે ગતિના સમસ્ત જીવરાશિમાં રહેલા પરમ ચૈતન્યનો પણ એક જ સમયે સ્વીકાર કરે છે.
વસંત હતું, કોયલ અને આંબો.
એટલે ભક્તિ, કવિ અને પરમાત્મા પરમાત્મા તરફની ભક્તિ આચાર્ય ભગવંતની એટલી સ્વયંભૂ છે કે આ શ્લોકના અંતિમ ચરણમાં તે એમ જણાવે છે કે વસંતઋતુમાં કોયલ દ્વારા થતા મધુર ટહુકાનું કારણ તે ઋતુમાં આવેલો સુંદર આંબાના મોરનો સમૂહ છે. તેવી જ રીતે પરમાત્મા તરફની ભક્તિ તે વસંત ઋતુ છે. કોયલ માટે જેમ આંબાનો હોર નિમિત્ત છે, તેમ મહાપુણ્યયોગે નિમિત્તરૂપે મહાકવિને સ્વયં શ્રી ઋષભ જિનેશ્વર મળ્યા છે. આંબાના મોરને જોઈ કોયલ ટહુકાર કર્યા વિના રહી જ નથી શકતી અને સતત મધુર ટહુકાર કરે છે તેવી રીતે પરમાત્માને જ્ઞાનચક્ષુથી જોઈને ભક્તિરૂપી વસંતઋતુમાં મહાકવિ પ્રભુની નિરંતરસ્તવના કરેછે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુના મધુરગાન ગાયછે, જેના ફળ સ્વરૂપે ભક્તામર સ્તોત્રની જગતને ભેટ મળી છે.
Jain Education International
For Private & Personal Use Only
(૪૦)
www.jainelibrary.org