________________
અડધા પાણીથી રાણીના શરીરને રોજ ધોવાનું કહ્યું. રાજાએ ખૂબજ શ્રદ્ધાપૂર્વક સળંગ ૧૦૮ દિવસ સુધી આ પ્રયોગ કરતા રાણીના બધા રોગો મટી ગયા અને તેની કુરૂપતા પણ નાશ પામી. હવે તો તે ખરેખર નામ પ્રમાણે મદન સુંદરી બની!
આમ, શ્રી ભક્તામર સ્તોત્રના ચમત્કારિક પ્રભાવનો અનુભવ થતાં રાજા-રાણીએ જૈનધર્મ અંગીકાર કર્યો. નગરજનોની પણ જૈનધર્મ તરફ શ્રદ્ધા ખૂબ વધી અને ક્રમે-ક્રમે જૈનશાસનનો જય-જયકાર તે નગરમાં વર્તાવા લાગ્યો.
જીવને પોતાના કરેલા કર્મો પ્રમાણે સારું કે નરસું ફળ મળે છે. મદનસુંદરીનો રોગ અને કુરૂપતા કોઈ દૂર ન કરી શક્યું તે તેની ધર્મ-શ્રદ્ધા અને ભક્તિભાવનાને કારણે મટ્યા. તેથી, પાપનો ઉદય જીવનમાં આવે ત્યારે અપમાન થાય, રોગ આવે, દરિદ્રતા આવે એમ સંસારના એક યા બીજા પ્રકારના દુઃખો આવે અને આવે જ પરંતુ જે ધર્મપરાયણ જીવ પાપના ઉદય વખતે સમતા રાખે છે, ધર્મ ઉપર અડગ શ્રદ્ધા રાખે છે અને ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે તે છેવટે સાચા સુખને પામે છે.
બ્લોક નં. ૩૪-૩૫ ની વાર્તા દેહનો રોગ ભવ રોગના નાશનો નિમિત્ત બન્યો
ગંગા નદીના કિનારે આવેલા પાંતલપર નગરમાં ભીમસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે ધર્મપ્રેમી અને પ્રજા વત્સલ હતા. તેમણે ઘણી લોકચાહના મેળવી હતી.
કાળક્રમે એક વખત દેવયોગે ભીમસેન દાહજ્વરથી પીડાવા લાગ્યા. રાજાના તાવનો ઉપચાર કરવા અનેક વૈદ્ય, હકીમો આવી ગયા પરંતુ આ જ્વર તો ખસવાનું નામ નહોતો લેતો. તમામ ઉપાયો નિષ્ફળ ગયા પછી દાહજ્વરથી કંટાળેલા ભીમસેને જીવન આકરું લાગવાથી દેહત્યાગનો નિર્ણય કર્યો.
મંત્રી, નગરજનો અને આગેવાનોની ઘણી સમજાવટ છતાં આ અસાધ્ય વ્યાધિથી કંટાળેલા રાજાએ તેમની મક્કમતા નછોડી. અંતે, એક દિવસ નગરની ઉત્તર દિશાએ ચિતા ખડકાણી. કલ્પાંત કરતા નગરજનો સાથે રાજા ત્યાં આવી પહોંચ્યા. તે જ સમયે બીજા શહેરમાંથી વિહાર કરતા-કરતા કોઈ જૈનમુનિ ત્યાં પધાર્યા. સઘળી વિગત જાણી તેમણે રાજાને આત્મહત્યાના પાપથી ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડનાર દુ:ખોની વાત કરી અને ઉત્તમ ધર્મબોધ આપ્યો. અને તે જ સ્થળે તેમણે શ્રી ભક્તામર સ્તોત્રના ૩૪-૩પમાં શ્લોકના આરાધન દ્વારા અભિમંત્રિત કરેલું જળ રાજાના શરીર ઉપર છાંટ્યું તેથી તેને શાતા થઈ;
Jain Education International
For Pi (129) sonal Use Only
www.jainelibrary.org