________________
રાજા બની ગયો તેનું નામ વીરસેન રાખવામાં આવ્યું. સિંહપુરના રાજાના મરણના સમાચાર સાંભળી શત્રુરાજાએ સિંહપુર ઉપર ચડાઈ કરી ત્યારે વીરસેન સૈન્ય સાથે લડવા તૈયાર થઈ ગયો. શ્રીભક્તામર સ્તોત્રના ૩૦-૩૧મા શ્લોકનું ભાવપૂર્વક આરાધન કરતા શાસનદેવીએ પ્રગટ થઈ લડાઈમાં તેને વિજય મળવાના શુભાશિષ આપ્યા અને વીરાની ભક્તિથી ખુશ થયેલા તેમણે જ તેને રાજા બનાવ્યો હતો તે વાત પણ કરી.
લડાઈમાં વીરસેને અદ્ભુત પરાક્રમ બતાવ્યું. શત્રુ રાજાની હાર થઈ. સિંહપુરના લોકોએ રાજાનો જયજયકાર કર્યો. જ્યારે વીરાના મનમાં તો ભક્તામર સ્તોત્રનો મહિમા અપરંપાર વધ્યો. તેણે પોતે જૈનધર્મનો પ્રભાવ વધાર્યો.
- સંતોની સેવા કરવાથી કેવા સુંદર ફળ મળે છે! વીરો જંગલના માર્ગનો જાણકાર હતો અને સાધુ મોક્ષમાર્ગના જાણકાર હતા. નાની સરખીપણ ભાવપૂર્વક કરેલી સેવા આ લોક અને પરલોકમાં સુખ આપનાર છે અને યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો તે મોક્ષ અપાવનાર છે.
શ્લોક નં. ૩૨-૩૩ ની વાર્તા મદનસુંદરી ખરેખર મદનસુંદરી બની માળવા દેશમાં જયસેન નામે રાજા હતા. તેમની રાણીનું નામ મદન સુંદરી હતું. પરંતુ તે નામ પ્રમાણે રૂપવતી સુંદરી નહોતી. મદન સુંદરી ખરેખર તો કુરૂપ હતી અને કેટલાક રોગોથી પણ પીડાતી હતી. જો કે, જયસેન રાજા પોતે ધર્મપરાયણ હોવાથી રાણી ઉપર તેમને ખૂબ લાગણી હતી અને તેને સારું થઈ જાય તે માટે અનેક ઉપાયો કરતા હતા. ઘણા વૈદો તેમજ મંત્ર-તંત્રના જાણકારો દ્વારા કરવામાં આવેલો એકપણ ઉપચાર આજ સુધી કામયાબ નહોતો નીવડ્યો.
એક વખત તે નગરમાં વિહાર કરતાં-કરતાં ધર્મસેન નામના જૈન આચાર્ય પધાર્યા. તેમના વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો જતા હતા. તેથી, એક વખત પોતાના રસાલા સાથે રાજા જયસેન પણ તે વ્યાખ્યાન સાંભળવા ગયા અને તેમના ઉપર તેમની વાણીની ખૂબ જ સારી અસર થઈ. પછી તો તેઓ નિયમિત વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. એક વખત તેમણે મહારાજશ્રીને મદનસુંદરીની કુરૂપતા અને રોગની વાત કરી તેથી, તે દયાળુ આચાર્યશ્રીએ તેમને એક ઉપાય બતાવ્યો. ચાંદીના પતરા ઉપર શ્રી ભક્તામર સ્તોત્રના ૩૨ અને ૩૩મા શ્લોકને કોતરાવી તેની વિધિવત્ આરાધના કરી અને નિર્મળ જળથી તે ચાંદીના પતરાને ધોઈ તેનું અડધું પાણી રાણીને પીવડાવવાનું કહ્યું અને બાકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૯૦)