________________
ભક્તામર બ્લોક ૩૨ उन्निद्र हे मनवपङ्कजपुञ्जकान्ति, पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्त : ; પનિ તંત્ર વિધા: પરિપત્તિ રૂ।
ભાવાર્થ :
હે જિનેનદ્ર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળના સમૂહની કાંતિવાળા તથા ચોતરફ પ્રસરતા નખના કિરણોની શ્રેણીવડે મનોહર એવા તમારા બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળોને રચે છે.
ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણકમળ નીચે દેવતાઓ સુવર્ણના નવ કમળો વખતો-વખત પરાવર્તન કરી રચે છે. II ૩૨ ॥
નવકમળની રચનાનું રહસ્ય
શ્રી ભક્તામર સ્તોત્રના બત્રીસમા શ્લોકમાં એમ જણાવાય છે કે, પરમાત્માના બે ચરણ વિહાર વખતે જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળની રચના કરે છે. દેવતાઓ સુવર્ણના નવ કમળો વડે વખતો વખત પરાવર્તન કરી તેની રચના કરતા રહે છે જેથી તેમનું એક ચરણ ઉપડે ત્યારે આગળ વધેલા તે ચરણની આજુબાજુ પરાવર્તન દ્વારા નવ કમળની રચના થતી રહે છે. સુવર્ણના આ કમળો પૂર્ણ પણે વિકસિત હોય છે અને અનુપમ કાંતિવાળા હોય છે ત્યારે તે કમળ પરથી વિહાર કરતા કેવળજ્ઞાની ભગવંતના પગના નખના કિરણોની શ્રેણી વડે મનોહર રચના થતી હોય છે. પરમાત્માના ચરણ કમળથી ચાર અંગુલ ઉપર ચાલતા હોય છે.
આ શ્લોકને ધ્યાનથી વિચારતા સહુથી પ્રથમ એ લક્ષમાં આવે છે કે વિહાર કરતા પરમાત્માના અનુપમ મહિમાને જીવો પોતાના હૃદયમાં ધારણ કરી શકે તે માટે કમળની રચનાનું આ મનોહર દશ્ય રચાયછે. દેવતાઓ પોતાની સર્વોત્તમ કળા અને શક્તિના સંદર્ભમાં કમળની અનુપમ રચના કરે છે તે ગમે તેટલી અનુપમ હોય તો પણ દેવતાની શક્તિ અને મર્યાદાને આધીન છે. તે જગતનાં સામાન્ય જીવોને પરમાત્માનો યથાર્થ મહિમા આવે તે માટે ભક્તિવંત દેવો દ્વારા તેમની ભક્તિ અને સમર્પણના પ્રતીકરૂપે આ રચના કરવામાં આવેલી છે. બાકી તો પરમાત્માના હ્રદય કમળમાં જે કેવળજ્ઞાન પ્રકાશ્યું છે તેની સામે For Priv(૧૩૨)nal Use Only
Jain Education International
www.jainelibrary.org