________________
દેવતાઓની આ રચના કંઈજ વિસાતમાં નથી. નવ-નવ કમળની રચના એમ પણ સૂચવે છે કે અંકગણનામાં નવનો આંક સૌથી મોટો છે. વળી તે આંક પુરુષાર્થનું પ્રતીક છે. કાદવ અને કીચડમાં જન્મેલું કમળ કાદવ કીચડની વચ્ચે રહેતું હોવા છતાં તેનાથી અલિપ્ત અને ઊંચુ રહે છે. જળમાં કમળની જે સ્થિતિ સાથે ત્યાં જ રહેવાપણું છે તેને જ્ઞાતાદષ્ટાની સ્થિતિ સાથે સરખાવી શકાય. એટલે કમળ જ્ઞાતાદ્રષ્ટાની સ્થિતિનું પ્રતીક છે. સુવર્ણના કમળ, સુવર્ણની જેમ શુદ્ધ નિષ્કલંક, કદાપિ કાટ ન લાગે તેવા અને જેમ-જેમ કસોટી થતી જાય તેમતેમ પોતાની શુદ્ધતા વધારનાર હોવાના પ્રતીક સમાન છે. આવા રહસ્યપૂર્ણ ગૂઢ સંકેતરૂપ નવ કમળની રચના કરનારા દેવો કે જેઓ પરમાત્મા તરફ ભક્તિવંત અને સમર્પિત છે તેઓ સુવર્ણના નવ કમળની જેમ પુરુષાર્થ કરી કઈ સ્થિતિએ પહોંચ્યા છે તેનો આપણને ખ્યાલ આપે છે. આ દેવોને આટલા પુરુષાર્થ પછી તેમના અનુભવ વિશેષ નમ્ર બનાવી પરમાત્મા તરફ સમર્પિત બનાવ્યા છે. તેવા દેવોની આ કમળ રચનાને વિહાર વખતે જરા પણ સ્પર્શ કર્યા વિના ચાર અંગુલ ઉપર પરમાત્માના ચરણ ચાલે છે. તે પરમાત્માની વીતરાગતાની અને કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા અને સ્થિતિનો નિર્દેશ આપે છે. આત્મજ્ઞાન શા માટે થતું નથી? તેની પ્રાપ્તિનો સાચો
માર્ગ – ઉપાય પરમાત્માના બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ પરાવર્તન દ્વારા નવીન કમળની રચના કરતા જાય છે. અહીં વધુ સૂક્ષ્મ અર્થ અભિપ્રેત થાય છે. પરમાત્માના ચરણ યુગલને કમળની રચનાને અને તેમના વિહારને દેવતાઓ અને ચારે ગતિના જીવો માટે આપણે મોક્ષ માર્ગ કહી શકીએ. પરમાત્માના આ પ્રકારના વિહાર દ્વારા ત્રણે લોકના સર્વ જીવોના કલ્યાણનો ભાવ પણ સમાયેલ છે. જગતના સામાન્ય જીવો પોતે ઘણો આત્મ પુરુષાર્થ કરે અને છતાં પોતાની સ્થિતિ કાણાંવાળા ખાલી ઘડાની જેમ કાયમ જળ ભરાયા વિનાની અને ખાલીને ખાલી રહે તેવી હોય છે તેનું કારણ એ છે કે જીવના બાહ્ય પુરુષાર્થ અને આંતર પુરુષાર્થમાં ભારે તફાવત હોય છે. તેની તૃષ્ણા અને કામના મોક્ષમાર્ગમાં પણ બળવાન રહે છે.
પોતે ગમે તેવો પુરુષાર્થ ઉપાડે તો પણ સત્તામાં તેને રુચિ અને સદ્દભાવ જો બીજે રહેલા ના હોય તો શા માટે તેને તેના ઉગ્ર પુરુષાર્થનું ફળ ના મળે ? જીવનું સતત ધ્યાન પોતાના પુરુષાર્થ ઉપર રહે છે, અને પોતાનો સદ્દભાવ કે રુચિ અપ્રગટ પણે કે બળવાન પણે ક્યાં રહેલા છે તેની તે ઘોર ઉપેક્ષા કરે છે.
For F (૧૩૩)
Jain Education International
al Use Only
www.jainelibrary.org