________________
અને આવી રીતે થતી ઉપેક્ષા અંગે તે ક્યાં સર્વથા અજાણ રહી જાય છે, ક્યાં પૂરેપૂરો બ્રાંતિમાં રહે છે. જ્યાં સુધી જીવ પોતાના સદ્દભાવ અને રુચિ વિશે યથાર્થ જ્ઞાન અને નિર્ણય નહી કરી શકે ત્યાં સુધી તેનો દેખીતો સવળો પુરુષાર્થ પણ નિષ્ફળ જતો જણાશે. અને ખરેખર આ એક કરુણતા છે કે પોતે પુરુષાર્થ કરતો હોય અને ફળ પ્રાપ્ત ના થતું હોય ત્યારે તે સાચી દિશામાં વિચારવાને બદલે આશામાં અને તૃષ્ણામાં નિષ્ફળ પુરુષાર્થને વધુને વધુ બેવડાવતો જઈ ખોટી દિશામાં આગળ વધતો જતો હોય છે.
જેને-જેને માર્ગની પ્રાપ્તિ થઈ છે તેણે યથાર્થ સૂક્ષ્મ વિવેકબુદ્ધિ દ્વારા પોતાની રુચિ અને સભાવ અંગે પહેલાં સાચો નિર્ણય કર્યો છે. અને વિપરીત પણે વહેતી રુચિ અને સદ્ભાવને પહેલાં પોતે પકડ્યા છે. અને જેમ-જેમ તે પકડાતા ગયા તેમ-તેમ પોતે સત્યથી કેટલો દૂરછે તેનો આત્મ નિર્ણય થતો ગયો કારણકે એ નિયમ જ છે કે સાચી આત્મચિ ભ્રાન્ત માન્યતા અને ખોટા સભાવનું સહજ પણે નિરસન કરી નાખે છે. આજ સાચી રીત છે, આજ સાચો માર્ગ છે એમ આ શ્લોક દ્વારા પરમાત્મા આપણને એ રીતે સૂચવી રહ્યા છે કે જળના કમળની જેમ કે સુવર્ણના કમળની જેમ જ્ઞાતાદૃષ્ટાપણાની સ્થિતિ ન આવે ત્યાં સુધી પરમાત્મદશા પ્રગટતી નથી અને કેવળજ્ઞાની તો આવી જળકમળ સ્થિતિ કરતાં પણ ચાર આંગળ ઊંચે ચાલે છે એટલે તે સ્થિતિ પરમોચ્ચ સ્થિતિ છે. તેજ પરમાત્મા પદ છે. આ શ્લોક દ્વારા પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સૂક્ષ્મ રહસ્ય અને બોધ આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજીએ આપણને આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૩૪)