________________
ભક્તામર શ્લોક ૨૮ ૩જોરશોતરુસંશ્રિતમુન્નપૂરā - , माभाति रुपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं,
વિíાં રવ પયોઘરપાર્શ્વર્તિ ર૮ || ભાવાર્થ :
હે ભગવાન! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મલરૂપ મેઘ મંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહને નાશ કરનારા એવા સૂર્યના બિંબ જેવું ખૂબ જ શોભે છે. ૨૮ | અશોકવૃક્ષનો મહિમા : વિચાર, ધ્યાન અને વેશ્યાનું
| સ્વરૂપ શ્રી ભક્તામર સ્તોત્રના અઠ્ઠાવીસમાં શ્લોકના પ્રારંભમાં એમ કહેવાયું છે કે હે ભગવાન, ઊંચા અશોક વૃક્ષની નીચે આપનું દેદીપ્યમાન નિર્મલરૂપ શોભી રહ્યું છે. અશોકવૃક્ષ આઠ પ્રાતિહાર્યોમાંથી એક છે. આ પ્રાતિહાર્યોની રચના સ્વયં ઇન્દ્ર કરે છે. પ્રાતિહાર્યો એટલે ભગવાનનો વિશેષ મહિમા બતાવતાં ચિહ્નો-અશોકવૃક્ષ શ્રી તીર્થંકર પરમાત્માની કાયાથી બારગણી ઊંચાઈ ધરાવતું હોય છે. સમવસરણમાં શ્રી પરમાત્મા અશોકવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠેલા હોય છે. અશોકવૃક્ષના નામ પ્રમાણે ગુણ છે. અશોકવૃક્ષ નીચે બેસવાથી કોઈપણ પ્રકારનો શોક કે સંતાપ થતો નથી. વ્યાકુળતા દૂર થાય છે, અને શાંતિ મળે છે. શ્રી તીર્થંકર પરમાત્માના ચારિત્ર્યવાંચન વખતે આ પ્રાતિહાર્યની વિગતો સરસ રીતે જણાવવામાં આવેલી છે. અને તે દરેક પ્રાતિહાર્યનો મહિમા પણ બતાવવામાં આવ્યો હોય છે. એમ કહેવાય છે કે અશોકવૃક્ષ છાયા ધરીને પરમાત્માની સાથે જ ચાલતું હોય છે. પરમાત્મા વિહાર કરે ત્યારે આજુબાજુના ચોતરફના વિસ્તારમાં રોગાદિકનો કોઈ ઉપદ્રવ નથી હોતો. રસ્તા ઉપરના કંટકો પણ નમીને વળી જતા હોય છે. આ રીતે પરમાત્માનો મહિમા બતાવનાર છે જે વિગતો એમના ચરિત્ર વર્ણનમાં આવે છે. તે દરેક ખૂબ ગર્ભિતાર્થવાળી છે. અને જરા વિગતથી સમજીએ તો આપણું શરીર જે પુદ્ગલોનું બનેલું હોય છે. તેની આસપાસ થોડી ઊંચાઈ ઉપર આપણાં બે અન્ય શરીર તેજસ શરીર અને કાર્પણ શરીર રહેલાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
(૧૧૯)
www.jainelibrary.org