________________
જીવનું પણ શુદ્ધ દ્રવ્ય છે. અને તેમાં રાગ કે દ્વેષ, અજ્ઞાન કે મોહ ત્રણેકાળમાં એક સમય માત્રાના માટે પણ પ્રવેશી શકે તેમ નથી અને આમ છતાં અનુભવ દશા ભિન્ન છે કે સ્વભાવમાં નિમગ્ન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પોતાના શુદ્ધ દ્રવ્યમાં રમણતા કરે છે અને આનાત્મદશાવાળો જીવ વિભાવમાં હોવાથી પોતાની શુદ્ધતાનું સ્વપ્રમાં પણ દર્શન કરી શકતો નથી અને અવગુણો અને દોષોમાં નિરંતર સહવાસ અને અધ્યાસમાં ભવભ્રમણ કર્યા કરે છે. આ શ્લોક દ્વારા પણ કવિએ તત્ત્વના અભુત રહસ્યો સમજાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૧૮)