________________
ભક્તામર શ્લોક ૨૪ त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं , ब्रह्माणमीश्वरमनंतमनडग केतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं,
ज्ञानस्वरूपममलं प्रवदंति संतः ।। २४ ।। ભાવાર્થ :
હે પ્રભુ! સંતજનો આપને ક્ષયરહિત, પ્રભુ, અચિંત્ય, ગુણ સંખ્યારહિત, પહેલા તીર્થકર, બ્રહ્મરૂપ ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા યોગીશ્વર, યોગવેત્તા, અનેક, એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે.
શ્રી ભક્તામર સ્તોત્રના ચોવીસમા શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરતાં આચાર્ય ભગવંતે તેમને વિવિધ ઉપમા-નામ વિગેરેથી સંબોધન કર્યું છે. તેમને સંબોધીને લખાયેલ દરેક શબ્દ અર્થગંભીર અને એક-એક શબ્દ ઉપર શાસ્ત્રો રચી શકાય તેટલા મહત્ત્વપૂર્ણ છે. અહીં આપણે તેમનાં હૃદયની ભાવધારાને યકિંચિત પણ સમજી શકીએ તો તે મહત્ત લાભનું કારણ બની રહેશે. પરમાત્મા અચિંત્ય વિભ, અક્ષય વગેરે અનંતગુણના
ધારક છે. પરમાત્માને કરવામાં આવેલા સંબોધનમાં એમ કહેવાયું છે કે હે પ્રભુ, આપ અવ્યયછો. અહીં અવ્યય દ્વારા એમ સૂચિત થાય છે કે પરમાત્મા અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છે. અને તેમનું સ્વરૂપ એવું છે કે તેમાંથી કાંઈપણ ક્ષય થનાર નથી, નાશ પામનાર નથી. ચંદ્રની કળામાં વધ-ઘટ થાય છે. શુક્લપક્ષમાં પૂર્ણિમા સુધી તે વધે છે. અને કૃષ્ણ પક્ષમાં અમાવસ્યા સુધી તે ઘટે છે. જ્યારે પરમાત્માના અનંત જ્ઞાન અને ગુણ અક્ષય છે. પોતાનાં અનંત જ્ઞાન-ગુણ સ્વરૂપમાંથી એક સમયમાત્રાના માટે પણ ચલાયમાન નહીં થતાં હોવાથી પરમાત્મા માટે અવ્યય શબ્દ દ્વારા સંબોધન થયું છે.
સંતપુરૂષો પરમાત્માને વિભુ પણ કહે છે. આમ તેઓ પરમ ઐશ્વર્યવાન છે. જ્ઞાન અપેક્ષાએ તેમને વ્યાપક કહી શકાય, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કેવળજ્ઞાની છે. તેમના જ્ઞાનમાં ત્રણે લોકના સમસ્ત પદાર્થો ઝળકે છે. ચારેગતિના સમસ્ત જીવોની અતીતની વર્તમાનની અને ભવિષ્યની સર્વપર્યાય-અવસ્થા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
(૧
(૬)