________________
અને આશ્રિતોને ભયરહિત જણાવાયા છે. એમ પણ કહી શકાય કે ત્રણે લોકના જે જે જીવો પ્રભુનો આશ્રય લે છે તેમને કોઈપણ પ્રકારનો ભય કે ડર સતાવી શકતો નથી. આગળ વધીને એમ પણ કહી શકાય કે જેઓ પોતાના આત્મસ્વભાવ તરફ રુચિ કરે છે તેઓ અભયને પ્રાપ્ત કરતા જાય છે. આત્મસ્વભાવનો સચિવાન જીવ સ્વભાવ રમણતામાં નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચે ત્યારે તે ભયનો સર્વથા અભાવ કરી અને અભયને પ્રાપ્ત કરે છે, આત્માની અભયવાળી સ્થિતિ નિર્ભયતાની સ્થિતિ કરતાં પણ ઊંચી છે. જે નિર્ભય છે તે કોઈથી ભયભીત નથી એમ કહી શકાય જ્યારે જે અભય છે તે પોતે સ્વયં ભયથી દૂર છે અને તેનાથી અથવા તેને જોઈને કોઈપણ જીવ ભય પામતો નથી, આમ આ શ્લોકમાં પરમાત્માના આશ્રિતો અને ભક્તજનોને ભયરહિત એટલા માટે કહ્યાં છે કે તેઓ પોતાના આત્મામાં પ્રીતિવાન થયાં છે. અને જે પોતાના આત્મામાં પ્રીતિવાન થાય છે તે જ પરમાત્મામાં પ્રીતિવાન થાય છે. જેને પોતાના આત્માના અનંતાગુણો તરફ રુચિ થાય છે તેને જ તેના જ અંતરમાં પરમાત્મા તરફની યથાર્થ ભક્તિ અને સમર્પણ જાગે છે અને તે જ પરમાત્માનો સાચો આશ્રયી કહેવાય છે. આ રીતે જે પરમાત્માના આશ્રયે રહે છે તે આત્માર્થીઓ – આત્મજ્ઞાનીઓ અને ઉચ્ચ ભૂમિકાના સર્વે આત્માઓ ઉપર જણાવ્યું તેમ અભયપદના આરાધક અને અભયને પ્રાપ્ત કરતા જતા હોવાથી ભયરહિત હોય તેમાં આશ્ચર્ય શું છે?
આત્મજ્ઞાનની સાધનાનો સાચો માપદંડ
સામાન્ય મનુષ્યો આહાર, નિદ્રા, ભય અને મૈથુનને આધીન છે. તે તેમની પરાધીન અવસ્થા છે. આત્મા અણાહારી છે, ત્રિકાળી જ્ઞાતા દષ્ટા છે. અભય સ્વરૂપ છે, અને સ્વભાવમાં રમણતા કરતો હોવાથી તે બ્રહ્મ છે. જે પોતાના સ્વભાવના પરિચયમાં આવે છે અને જેને પોતાના સ્વભાવની યથાર્થ રુચિ પ્રગટે છે તેને તેની વર્તમાન અવસ્થા થવા સાથે આહારમાંથી અણાહારની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે આહાર સંયમ, આહાર જય અને અણાહારની સ્થિતિએ પહોંચે છે. તેની મોહનિદ્રાનો નાશ થઈ પોતે જ્ઞાતા દષ્ટા સ્વરૂપને ક્રમે-ક્રમે પ્રગટ કરે છે. તે ભયરહિત થયેલો આત્મા અભયને જાણે છે અને અભયને પ્રગટ કરે છે. આ નૈસર્ગિક ક્રમ છે, તે સ્વભાવની રુચિ અને રમણતા સાથે અવિભાજ્ય રીતે સંલગ્ન છે. કર્તુત્વબુદ્ધિ દ્વારા આ બધા ઉપર વિજય મેળવવાના મરણિયા પ્રયાસો પણ મરણ પછી અને ભવાંતરે પણ સફળ નહીં થવા પાછળ પણ જીવની કર્તુત્વબુદ્ધિ અને અહંકાર કારણભૂત હોય છે. એટલા માટે જ
For Priyate & Personal Use Only
(૧૩૯)
Jain Education International
www.jainelibrary.org