________________
ભક્તામર શ્લોક ૩૪ श्च्योतन्मदाविलविलोलकपोलमूलमत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं,
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३४।। ભાવાર્થ :
હે ભગવાન! ઝરતા મદ વડે વ્યાપ્ત અને ચપળ તથા ગંડસ્થળને વિષે મન્દોન્મત્તપણે ભમતા એવા ભમરાઓના ઝંકાર શબ્દથી જેનો કોપ વધી ગયેલો છે, એવા ઐરાવત હાથી જેવા મોટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોયા છતાં તમારા આશ્રિતોને-ભક્તજનોને લેશ પણ ભય થતો નથી. તે ૩૪ . યમદૂત જેવા ઐરાવતથી આપના ભક્તો લેશમાત્ર
ભયભીત થતા નથી. શ્રી ભક્તામર સ્તોત્રના ચોત્રીસમાં શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે, હે પ્રભુ! જે આપનો આશ્રય ગ્રહણ કરે છે, જે આપણા ભક્તજન છે તેઓ ભયરહિત છે. હાથી સ્થૂળ હોવાછતાં ઘણો બુદ્ધિશાળી ગણાય છે. તે હાથીઓમાં સૌથી ઉત્તમ ઈન્દ્રનો ઐરાવત હાથી ગણાય છે. આ ઐરાવત હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય તેના કારણે તે મદોન્મત થયો હોય અને તેની એવી સ્થિતિ વખતે તે મદ ઉપર ભમરાઓનો સમૂહ જોરશોરથી ભમતો હોય ત્યારે આ ઐરાવત હાથી અત્યંત ક્રોધિત થઈને ઉદ્ધતપણે નાસભાગ કરતો હોય છે. આવી રીતે હસ્તશિરોમણિ દેવેન્દ્રનો ઐરાવત હાથી મદોન્મત થઈ ક્રોધિત અને ઉદ્ધત અવસ્થામાં જ્યાં જાય છે ત્યાં, જેની સામે જાય છે તેનો તે કાળ બની જાય છે. તેના માટે તે સાક્ષાત યમરાજ બની જાય છે. વૃક્ષો, પ્રાણીઓ, મનુષ્યો અને સર્વ કોઈ માટે તે ખરેખર મૃત્યુના સંદેશરૂપ સાબિત થાય છે. આવો ઐરાવત હાથી જો પોતાની સામે ધસીને આવતો હોય તો પણ આપના ભક્તજનોને તેનો લેશમાત્ર ભય લાગતો નથી. અને આપના આશ્રિત હોવાના કારણે તેઓ આવી વિકટ સ્થિતિમાં પણ નિર્ભય અને સ્વસ્થ રહે છે.
આત્માર્થી અભયનો આરાધક છે. આ શ્લોક ઘણો જ અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. અહીં પ્રભુના ભક્તોને
Jain Education International
For Private & Personal Use Only
(૧૩૮)
www.jainelibrary.org