________________
જિનેશ્વર ભગવંતના કહેલા માર્ગે રુચિ અને પુરુષાર્થ ફેરવી આત્મા જિતેન્દ્રિય થઈ શકે છે.
'જિનેશ્વરનો મહિમા આવા જિનેશ્વર સંબોધન દ્વારા આ શ્લોકમાં એમ કહેવાયું છે કે સમવસરણમાં - ધર્મસભામાં દેશના આપતી વખતે આપનું તેજ અને વિભૂતિ અલૌકિક હોય છે. ત્યાં ઉપસ્થિત ચારેય ગતિના સર્વ જીવોના અજ્ઞાન અને મોહરૂપી અંધકારનો આપના જ્ઞાનપ્રકાશરૂપી દેશના દ્વારા તત્કાલ નાશ થાય છે. અને તે સર્વ જીવો પરમશાંતિ, પરમશાતા અને આત્મસુખનો અનુભવ કરે છે. કેમકે આપ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંત સર્વજ્ઞ વીતરાગી આપની દિવ્ય દેશના દ્વારા તેમને તે પ્રકારે પ્રમુદિત કરો છો.
અહીં પરમાત્માના રૂપ અને કાંતિને અંધકારનો નાશ કરતાં તેજસ્વી સૂર્ય સમાન જણાવ્યું છે, જ્યારે અન્ય દેવોનું તેજ ગ્રહો અને નક્ષત્રોના તેજ જેવું છે. આ ગ્રહો અને નક્ષત્રો જ્યાં પ્રકાશતા હોય ત્યાં જ પ્રકાશ જણાય છે. તેઓ સૂરજની સરખામણીમાં અતિ અલ્પ પ્રકાશવાળા છે. કેમકે સૂરજ સમસ્ત પૃથ્વીને પ્રકાશિત કરે છે અને તેનાથી પણ ઉત્તમ એવા શ્રી તીર્થકર ત્રણે લોકના સર્વજીવોના આત્માને પ્રકાશિત કરે છે. દેવો અને ગ્રહો રાગી છે. તેમનો વિકાસ કે સ્થિતિ તેમના પુણ્યબળ ઉપર આધારિત છે અને છતાં તે નશ્વર છે. જ્યારે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન પ્રગટ થતાં ત્રણે લોકમાં સૌથી વધુ સર્વાધિક પરમોચ્ચ પુણ્યબળ હોય છે અને તેથી પ્રભુના સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના પણ હોય છે. આમ શ્રી તીર્થકર પ્રભુનું પુણ્ય પણ સર્વોત્તમ છે અને તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા પણ સર્વોત્તમ છે, તેથી આ શ્લોકમાં જિનેશ્વરના સંબોધન સાથે કવિશ્રીએ ઉત્તમ રહસ્યબોધ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૩૭).