________________
સત્ય અને અસત્યનો નિર્ણય કર્યો. મિથ્યા અને સમ્યનો નિર્ણય કર્યો. હેય અને ઉપાદેય નો નિર્ણય કર્યો. જીવ અને અજીવનો યથાર્થ નિર્ણય કર્યો. આ તમામ નિર્ણય પાછા અસંખ્ય ભવભ્રમણ પછી પોતાના સ્વાનુભવના બળ ઉપર કર્યા. સત્યને ગ્રહણ કર્યું. સમ્યક્ ગ્રહણ કર્યું. ઉપાદેય સ્વીકાર્યું, અને એક માત્ર આત્માને ઉપાદેય તરીકે સ્વીકારી સમયે-સમયે પ્રમાદ રહિત પણે વર્ત્યા. સ્વભાવમાં રમણતા કરી, અંતર્મુખ થઈ અતીન્દ્રિય આનંદના સાગરમાં સ્નાન કરી આત્માના પ્રદેશે-પ્રદેશે સહજપણે પોતાની પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રગટ કરી. તીર્થંકર નામ કર્મ બાંધ્યુ હોવાથી તે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર થયા. આ મોક્ષમાર્ગની સંક્ષિપ્ત રૂપરેખા છે.
આત્મપ્રાપ્તિના અવરોધના કારણ અને તે પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય
જેને આત્મામાં રુચિ થાય, મિથ્યાત્વછૂટે, વિભાવથી ખસે, સ્વભાવમાં વસે અને અંતર્મુખતા થાય એટલે સહજપણે જ આ બધું થવાની સાથે ઇન્દ્રિયોના બહારના રસો અને આસક્તિ છૂટી જાય. આંતરશત્રુઓ - ક્રોધાદિક કષાયોનું સાચું સ્વરૂપ સમજાય અને તેનાથી પોતાની પૃથકતાનો નિર્ણય થઈ જાય. આમ, પંચેન્દ્રિયની રસ લોલુપતા અને કષાયોનું જોર જેમ-જેમ અંતર્મુખતા વધતી જાય, સ્વભાવમાં ઠરવાનો પુરુષાર્થ અને રુચિ વધતાં જાય તેમ-તેમ મૃતઃપ્રાય થઈ છેવટે નિષ્પ્રાણ થઈ જાય છે. આત્મપ્રાપ્તિનો આ જ માર્ગ શ્રી જિનેશ્વર દેવે કહ્યો છે. ત્રણે કાળમાં સર્વે જીવો આ જ માર્ગે આત્મજ્ઞાન પ્રગટ કરી આત્માના સહજ સ્વરૂપને પામ્યા છે, પામે છે અને પામશે. જિતેન્દ્રિય થવાનો આ સાચો રાજમાર્ગ છે, આ જ માર્ગે શ્રી ઋષભ આ શ્લોકમાં જિનેશ્વર કહેવાયા છે.
ક્રોધ ઉપર વિજય મેળવીને કે ભય, લોભ, માન વિગેરે ઉપર વિજય મેળવીને ક્ષમા, અભય, નિર્મોહીપણું આદિ ગુણો પ્રાપ્ત કરવાનો કે પ્રગટ કરવાનો જીવ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે અહંકાર મોજૂદ હોવાથી આવા કષાયો ઉપર જે વિજય મેળવી શકે છે તે વિજય “કામચલાઉ’ હોવાનો જીવનમાં વારંવાર અનુભવ થાય છે. આવું જ ઇન્દ્રિયોના બહારના રસની બાબતમાં પણ છે. તેથી વિજય અને પરાજયનું આ ચક્કર સમગ્ર જીવનકાળ દરમ્યાન ચાલતું જ રહેછે અને ભવિષ્યના ભવભ્રમણનું કારણ પણ તે બને છે. અહીં એ વાતનો સ્પષ્ટ ખુલાસો આવશ્યક છે કે ઇન્દ્રિય નિગ્રહના નિષેધ રૂપે આ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ કર્તૃત્વ બુદ્ધિ અને અહંકાર સહિત જિતેન્દ્રિય થવાના પુરુષાર્થને સફળતાનો જે સંભવ છે તે ક્ષણિક અથવા કામચલાઉ છે, જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી For Privsonal Use Only
Jain Education International
www.jainelibrary.org