________________
આપનો આશ્રિત કે ભક્ત હોય તો તે વનરાજ તેને હણી શકતો નથી. આમ, અહીં એ સ્પષ્ટ અભિપ્રેત છે કે પ્રભુના સેવકને વનરાજ સિંહ હણી શકતો નથી. તેશિકાર ઉપર દયા કરી પોતાના મારણને છોડી દે છે એમ નથી પરંતુ પરમાત્માના ભક્તને અત્યંત ક્રૂર, હિંસક, ચતુર અને તાકાતવાન સિંહ જેવો સિંહ પણ હણી શકતો જ નથી. એમ સ્પષ્ટપણે કહી શકાય કે પરમાત્માના સેવકને હણવા માટે વનરાજ સિંહ સર્વથા અસમર્થ છે. શ્રી ભક્તામર સ્તોત્રની મહિમાવંતી કથાઓ પૈકી એક કથામાં એમ આવે છે કે વિદેશ જવા નીકળેલા મુસાફરો અને શેઠ વનમાંથી પસાર થતા હતા ત્યારે તેમનો શિકાર કરવા આવેલા સિંહની સામે શેઠે જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું ત્યારે સિંહ પરવશ થઈ તેમને આધીન થયો, તેમના ચરણોમાં ગજમુક્તાની ભેટ ધરી અને શેઠે તેને પ્રતિબોધ આપતાં જાતિસ્મરણજ્ઞાન થતાં તે વનરાજે શેષ જીવન અહિંસક રીતે વિતાવવાની પ્રતિજ્ઞા લીધી.
દ્રવ્ય દૃષ્ટિ થતાં મિથ્યાત્વ છૂટે આ શ્લોકના ઉતરાર્ધની પંક્તિઓ એમ સ્પષ્ટ જણાવે છે કે જેઓ પરમાત્માનો આશ્રય લે છે, તેમની ભક્તિ કરે છે અને તેમને સમર્પિત થાય છે તેમને મિથ્યાત્વરૂપી સિંહ કદી હણી શક્તો નથી, અને મિથ્યાત્વરૂપી સિંહ તેમને હણવા માટે અસમર્થ થાય છે એટલે તેઓ જન્મ-મરણના બંધનથી મુક્ત થાય છે, આમ, જેને જન્મ-મરણના બંધનથીમુક્ત થવું હોય તેણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પરમાત્માના આશ્રિત થવું જોઈએ. પરમાત્માને સમર્પિત થવું જોઈએ. પરમાત્માની ભક્તિ કોને કહેવી ? પરમાત્મા તરફ સમર્પણ ક્યારે થયું કહેવાય? પરમાત્માના ચરણમાં ક્યારે આશ્રય મળે? તેનો જવાબ એ છે કે પરમાત્માની બાહ્ય આવ્યેતર ભક્તિ થાય. પરમાત્માના ગુણોની ભક્તિ થાય ત્યારે આ થઈ શકે. એ ક્યારે થાય? એ તો ત્યારે જ થાય કે જ્યારે પોતાના અંતરઆત્મામાં નિઃશંક શ્રદ્ધા જે પરમ દુર્લભ છે તે પ્રગટે ત્યારે જ થાય અને ત્યારે જ જીવને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય, જીવમાં તે શ્રદ્ધા પ્રગટે કે જેમાં પરમાત્માના પરમચૈતન્ય, સર્વજ્ઞતા, વીતરાગતા અને અનંતાગુણોમાં અને પોતાનામાં પણ તે જ પરમ ચૈતન્ય, સર્વજ્ઞતા, વીતરાગતા અને અનંતાગુણો રહેલા છે. તેની પરમ શુદ્ધ, અવિચળ, નિશંક અને મેરુ જેવી અડોલ શ્રદ્ધા થાય. ગજરાજના કુંભસ્થળમાં રહેલા ગજમુક્તાની જેમ પોતાના શુદ્ધ સ્વભાવની, સમ્યક્તની, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી અનંતાગુણોની પરમ દુર્લભ સત્ય શ્રદ્ધા થતાં મિથ્યાત્વરૂપી સિંહદુમ દબાવીને ભાગે છે, આમ, આ શ્લોકમાં ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ અપાયો છે.
Jain Education International
For Pri(983)sonal Use Only
www.jainelibrary.org