________________
ભક્તામર શ્લોક ૩૬ कल्पान्तकालपवनोद्धतवह्निकल्पं, दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुलिङ्गम् । विश्वं जिधत्सुमिव संमुखमापतन्तं,
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।।३६।। ભાવાર્થ : ' હે ભગવાન! તમારા નામરૂપી કીર્તનજળ પ્રલયકાળના વાયુથી ઉદ્ધત થયેલા અગ્નિના જેવા જાજ્વલ્યમાન, ઊંચી ઉડતી જ્વાળાવાળા, ચોતરફ તણખા ઉડતા હોય તેવા અને સમગ્ર જગતને ગળી જવાને, બાળી નાખવાને ઇચ્છતા હોય તેવા દાવાનળને પણ શાંત કરી દે છે.
અર્થાત્ હે પ્રભુ! તમારું નામ ગ્રહણ કરવાથી અગ્નિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. ઉદા
પ્રભુનું કીર્તન દાવાનળને શાંત કરે છે
શ્રી ભક્તામર સ્તોત્રના ૩૬માં શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ આપનું નામરૂપી કીર્તન જળ ખરેખર ખૂબ જ ચમત્કારી છે. કારણ કે મહાભયંકર પ્રલયકાળ આવ્યો હોય અને આવા સમયે અગ્નિની જ્વાળાઓ ચોતરફ ફ્લાઈ હોય ત્યારે પ્રલયકાળના વાયુ સાથે અગ્નિનું જ તાંડવ રચાય છે. તેના જે તણખા ઉડતા હોય તે જાણે સમસ્ત જગતને બાળી નાખવા માટે તત્પર હોય તેવી પરિસ્થિતિમાં તેના દાવાનળની કટોકટીવાળા સમયમાં પણ હે પ્રભુ તમારું નામ ગ્રહણ કરવાથી આવું મહાભયંકર તાંડવ પણ શાંત થઈ જાય છે.
દાવાનળ એટલે કામાગ્નિરૂપી દાવાનળા
આ શ્લોક ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. બાહ્યદષ્ટિએ તો પરમાત્માનું નામ સ્મરણ તે એવું ચાલે છે કે જે ગમે તેવા દાવાનળને શાંત કરી શકે છે તેમ અહીં જણાવ્યું છે. આ શ્લોકમાં દાવાનળનો જે અર્થ અભિપ્રેત થાય છે; તે જીવની વિકાસ યાત્રામાં તેને અવરોધતી પ્રગતિ સાથે સૂચક છે. જીવ નિગોદમાંથી જન્મ્યો ત્યારથી આજ પર્યન્ત ચારે ગતિમાં તેની એ કેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીનું જેજે શરીર ધારણ કર્યું તે શરીર સાથે તેને સ્પર્શ સુખનો અનુભવ અવશ્ય થયેલો છે. આ રીતે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવને જો કોઈ એક
Jain Education International
For Private & Peponal Use Only
(૧૪૪)
www.jainelibrary.org