________________
ભક્તામર શ્લોક ૨૬ तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ! तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय,
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।। २६ ॥ ભાવાર્થ :
હે નાથ! ત્રણ લોકની પીડા હરનાર તમને નમસ્કાર હો. હે પૃથ્વીના નિર્મલ અલંકારરૂપ! તમને નમસ્કાર હો. હું ત્રણ જગતના પરમેશ્વર! તમને નમસ્કાર હો. હેજિનેશ્વર! ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા તમને નમસ્કાર હો. મેરા જીવની શંકા અને તેનું સમાધાન અને પરમાત્માનો
મહિમા. શ્રી ભક્તામર સ્તોત્રના છવ્વીસમા શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે હે નાથ, ત્રણે લોકની પીડાને આપ હરનાર છે. તેથી હે પ્રભુ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો. આ શ્લોકની પ્રથમ પંક્તિમાં પ્રભુને ત્રણેલોકની પીડા હરનાર કહ્યા છે. ત્રણેલોકના જીવોના દુઃખોનો નાશ કરનાર કહી શકાય. ત્રણેલોકના જીવોની આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ કરનાર કહી શકાય. આમ કહેવાનું કારણ અને તાત્પર્ય એ છે કે પરમાત્મા પોતે ત્રણે લોકના નાથ છે. સર્વજ્ઞ છે. પરમ વીતરાગી છે. અહીં કોઈ એવો તર્ક કરે કે પરમાત્મા કયા કારણે ત્રણે લોકના જીવોની પીડા અને દુ:ખોનો નાશ કરનાર છે? શું તેઓ ત્રણે લોકના નાથ છે માટે પીડાને દૂર કરનાર છે કે સર્વજ્ઞ હોવાથી, ત્રણે લોકના જીવોના દુઃખોને જાણનાર હોવાથી તેનો નાશ કરનાર છે. જો તેઓ પરમ વીતરાગી છે તો તેમને જીવોના દુ:ખોને નાશ કરવાની કત્વ બુદ્ધિ કે રાગ ક્યાંથી આવ્યા. આ અને આવા અનેક પ્રશ્નો જે બુદ્ધિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવે છે તે બુદ્ધિ અભાગણી છે. જીજ્ઞાસાના નામે બુદ્ધિ કે અહંકારના જોર ઉપર પ્રશ્ન કરનાર પ્રશ્નકર્તા ઉપર કરુણા જ લાવવી ઘટે. ધોમ ધખતા વૈશાખમાં સહરાના રણમાં પ્રચંડ ગરમી સિવાય બીજો શેનો અનુભવ થાય. અને હજારો આમ્રવૃક્ષોથી ઘટાટોપ ઘેરાયેલા વનમાં વૃક્ષની છાયા નીચે શીતળતા સિવાય બીજો શેનો અનુભવ થાય. સંસારના જીવો ત્રિવિધ તાપે શેકાય છે. અને પરમાત્માનો
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૧૨).