________________
સાચા હોવા છતાં સ્વીકાર કરતો નથી. માહિતીમાં આત્માનો સ્વીકાર કરતો હોવા છતાં શ્રદ્ધામાં મિથ્યાબુદ્ધિ અનંતકાળથી સમયે-સમયે આજ દિવસ સુધી મિથ્યાત્વમાં પ્રવર્તેછે. આમ આ મિથ્યાત્વ કર્મ, કર્તાપણું, ભોક્તાપણું, પુણ્ય, પાપ, આશ્રવ આ બધાં પરસ્પરથી જાણે કે એક શૃંખલારૂપે જોડાયેલા હોય તેમ જણાય છે. આવી સ્થિતિમાંથી જીવ જ્યારે વસ્તુનું સાચું સ્વરૂપ યથાર્થપણે સમજે, તેને દૃઢ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે અને તે પછી જડ-ચેતનનો ભેદ નક્કી કરી જડને જડ તરીકે જ જુએ અને એકમાત્ર ચેતનનો આશ્રવ ગ્રહણ કરે ત્યારે સંવર-કર્મનું અટકવું, કર્મની નિર્જરાની શરૂ થવું બને છે. એક તરફ કર્મ આવતાં અટકે અને બીજી તરફ બાંધેલા કર્મમાંથી મુક્ત થતો જાય અર્થાત્ કર્મની નિર્જરા થતી જાય ત્યારે તે આત્માર્થી મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે.
જીવની સ્થિતિ અને પરમાત્મપદની પ્રાપ્તિ
પરમાત્માએ આ આત્માનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું અને અનુભવ્યું તેવું સર્વ જીવોના ક્લ્યાણ અર્થે પ્રકાશ્યુંછે. આ આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેમાં તેની શુદ્ધતાને એક લેશમાત્ર પણ કોઈ અશુદ્ધ કરી શકતો નથી. તે આત્મા પરમ ચૈતન્ય સ્વરૂપ છે. અનંત ગુણોવાળો છે, સર્વજ્ઞછે, સ્વ-પર પ્રકાશક છે. જ્ઞાનસાગર છે, આનંદસાગર છે, પ્રેમસાગર છે. તેવા તેના સ્વરૂપનો અનુભવ કઈ રીતે થઈ શકે. તેનું સંપૂર્ણ રહસ્ય અને મોક્ષ પ્રાપ્તિની ચાવી રત્નત્રય દ્વારા ભગવાને જીવોના કલ્યાણઅર્થે બતાવી
છે.
પરમાત્મા પોતે પણ કોઈક ભવમાં કર્મથી ઘેરાયેલા હતા. તેમને પણ મિથ્યાત્વ વળગેલું હતું. તેઓ પણ આપણી જેમ ભવભ્રમણ કરતા હતા. આજની આપની હાલત અને તેમની ભવભ્રમણ વાળી સ્થિતિમાં લેશમાત્ર તફાવત નહોતો. પરંતુ આપણને આ સ્થિતિનો ખેદ નથી. પરમાત્માનેતે અકારી અને અસહ્ય લાગેતેથીતેમનો સવળો પુરુષાર્થ તેમને આત્મામાંથી પરમાત્મપદ સુધી લઈ ગયો. શ્રી તીર્થંકર નામગોત્ર બાંધ્યુ. આદે પુરુષ કહેવાયા. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર તરીકે શ્રીઋષભ જિનેશ્વરે ત્રણે લોકની સમસ્ત જીવરાશિને માટે આ કલ્યાણકારી મોક્ષમાર્ગ પ્રકાશ્યોછે. જેમાર્ગેચાલીને શ્રી ઋષભ તીર્થંકર થયા તે જ માર્ગેચાલનારા વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી છે. અને અનાગત કાળે પણ જે જે તીર્થંકર થશે તેઓ આ જ માર્ગે ચાલીને થવાના છે.
*
Jain Education International
For Private & Personal Use Only
(૧૧૧)
www.jainelibrary.org