________________
ભક્તામર શ્લોક 3
બુદ્ધયા વિનાઽપિ વિબુધાર્ચિત પાદપીઠ ! સ્તોતું સમુઘત મતિર્લિંગત ત્રપોઽહમ્ । બાલં વિહાય જલ સંસ્થિતમિન્દુ બિમ્બ - મન્ય: ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ॥૩॥ દેવો સર્વે મળી કરે પૂજના આપકેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશ્ચે એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. || ૩ ||
ભાવાર્થ :
દેવોએ જેમના પાદપીઠને પૂજેલ છે એવા હે પ્રભુ ! તમારી સ્તુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી, છતાં પણ મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ પાણીમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને વગર વિચાર્યે પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે? ।।
ભક્તામર શ્લોક ૪
વસ્તું ગુણાન્ ગુણસમુદ્ર! શશાૐ કાન્તાન્, કસ્તે ક્ષમઃ સુરગુરુ પ્રતિમોઽપિ બુદ્ધયા? કલ્પાન્ત કાલ પવનોદ્ધત નક્રચક્ર, કો વા તરીતુમલમમ્બનિધિ ભુજાભ્યામ્? ||૪|| સદગુણોથી ભરપુર તમે ચંદ્રવત શોભનારા, દેવોના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે છળે પ્રાણીઓ રે, તેને ક્યારે પણ તરી શકે કોણ રે બાહુ જોરે. ॥૪ |
ભાવાર્થ :
હે ગુણના સાગર પ્રભુ ! ચંદ્ર જેવા ઉજ્જવળ તમારા ગુણોને કહેવા માટે બુદ્ધિ વડે બૃહસ્પતિ જેવો પણ કો વિદ્વાન સમર્થ છે? જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં મગરમચ્છોના સમૂહો ઊછળી રહ્યા હોય એવા મહાસાગરને પોતાની બે ભૂજા વડે કોણ તરી શકે ?
જેમ આવો સમુદ્ર તરવાને અશક્ય છે તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.૪||
Jain Education International
For Private & Cartonal Use Only
www.jainelibrary.org