________________
૧. મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્ર
ભક્તામર શ્લોક ૧ ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા, મુદ્દદ્યોતક દલિત પાપતમોવિતાનમ્ | સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્ |૧|| દીપાવે જે મુકદમણિ ના તેજને દેવતાના, સંહારે જે અતિમિરને માનવોના સદાન; જે છે ટેકારૂપ ભવમહિ ડૂબતા પ્રાણીઓને,
નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમોએ. / ૧ // ભાવાર્થ :
ભક્તિવંત દેવોના નમેલા મુગટોને વિષે રહેલ મણિઓની કાંતિને ઉદ્યોત કરનારા પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર યુગની આદિમાં સંસારરૂપ સમુદ્રમાં ડૂબી રહેલા માણસોને આધારરૂપ જિનેશ્વર ભગવાનના ચરણયુગલને મન, વચન, કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને. !!!
ભક્તામર શ્લોક ૨ ય: સંસ્તુતઃ સકલ વામય તત્ત્વબોધા, દુદ્દભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાર્થઃ | સ્તોૌર્જગતિયચિત્ત હરેદાર , સ્તોમ્બે કિલાકમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ / રા. જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇન્દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવઆણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્રોમાંહિ અધીશ,
તે શ્રી આદિ જિનવરતણી હું સ્તુતિ કરીશ. / // ભાવાર્થ :
સકલ શાસ્ત્રોના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા અને મહાન અર્થવાળા ઉદાર સ્તોત્રો વડે જેમની સારી રીતે સ્તુતિ કરેલી છે; એવા પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ. //રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧)