________________
પરમાત્મા સાથે દેવોની તુલના સમસ્ત શાસ્ત્રોના અનુભવ જ્ઞાનથી તીક્ષ્ણ પ્રજ્ઞા વડે જેમણે પરમાત્માનો યથાર્થ મહિમા જાણ્યો છે. શ્રી તીર્થંકર પ્રભુ કેવા અનંતાગુણોથી વિભૂષિત છે તેનું તેમના રોમે રોમમાં જ્ઞાન છે. અનંતાગુણોના ધારક એવા પરમાત્મા પાસે મહા ઐશ્વર્યથી યુક્ત દેવેન્દ્રોની સ્થિતિ અત્યંત પ્રકાશમાન સૂર્યની સામે આગિયાની સ્થિતિ હોય તેવી છે. પરમાત્મા તરફ તેઓ સમર્પિત છે, અભિભૂત છે અને એથી જ તેઓ તેમની સ્તુતિ કરે છે.
ચતુર દેવો દ્વારા જીવોને સાચું માર્ગદર્શન
જ્ઞાન વૈભવથી જેમની પ્રજ્ઞા તીક્ષ્ણ બનેલી છે. તેવા દેવેન્દ્રો ખરેખર અત્યંત પ્રજ્ઞાવાન છે. આવા બુદ્ધિમાન દેવેન્દ્રોની વિવેકશીલ નિર્મળતાની વાત શી કરીએ? મરડાના રોગીને અને તે પણ એવો રોગી કે જેનો રોગ ઘણાં લાંબા કાળથી ચાલ્યા કરતો હોય તેને ઉત્તમ દ્રવ્યોથી યુક્ત શુદ્ધ ઘીમાં બનાવેલ ગરમાગરમ શીરો પીરસવામાં આવે તો તે લેશમાત્ર હિતકર નથી અને આવા શીરાને પ્રસન્ન ચિત્તે રોગની ઉપેક્ષા કરી દરદી આરોગે તો તે તેના માટે કેટલો અહિતકર છે તે તો નિષ્ણાત અને અનુભવી વૈદ જ નક્કી કરી શકે. અહીં આ દ્રષ્ટાંત એટલા માટે પ્રસ્તુત કર્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં ભવભ્રમણ કરતા જીવો આસક્ત અને મોહાંધ છે. આ જીવોની સ્થિતિ પેલા મરડાના દરદી જેવી છે, દેહાદિકથી માંડીને સ્ત્રી, પુત્ર પરિવાર ઇત્યાદિમાં, ધન વૈભવ, યશ, માન, પ્રતિષ્ઠા વગેરે સમસ્ત પદાર્થોમાં જેની એકત્વ બુદ્ધિ છે એવા તમામ આત્માઓ મરડાના દરદી જેવા છે.
દેવો દ્વારા ભક્તિમાર્ગનો મહિમા ઉપર જણાવ્યું તેમ દેવેન્દ્રો મહા પ્રજ્ઞાવાન અને વિવેકશીલ છે. પોતે પણ એક સમયે મરડાના રોગી જેવી સ્થિતિમાંથી પોતાના અત્યંત પ્રબળ પુરુષાર્થ દ્વારા અને મહા પુણ્ય યોગે દેવેન્દ્ર સુધીની સ્થિતિએ પહોંચ્યા પછી સકલ શાસ્ત્રોના જ્ઞાનનું દહન કરીને પરમાત્મા તરફ અત્યંત ભક્તિવંત એવા દેવોએ પોતાની અનુભૂતિ વડે નિર્ણય કર્યો, કે જગતના સામાન્ય જીવોને આત્મપ્રાપ્તિનો ઉપાય તત્વજ્ઞાન દ્વારા વ્યવહારનય કે નિશ્ચયનય દ્વારા કે બીજી કોઈ પણ રીતે બતાવવો તે તો શીરો કે અન્ય સ્વાદિષ્ટ મીઠાઈ દ્વારા રોગીનો ઉપચાર કરવા બરાબર છે. જેમ કોઈ પણ
For Private & Personal Use Only
(૨૯)
Jain Education International
www.jainelibrary.org