________________
ભક્તામર શ્લોક ૨ यः संस्तुतः सकल वाङ्मय तत्त्वबोधा, दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।। स्तोत्रैर्जगत्रितचित्त हरैस्दारैः, स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।। २ ।।
ભાવાર્થ :
સકલ શાસ્ત્રોના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા અને મહાન અર્થવાળા ઉદાર સ્તોત્રો વડે જેમની સારી રીતે સ્તુતિ કરેલી છે; એવા પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ. //રા.
પંડિત અને જ્ઞાનીનો તફાવત પ્રથમ શ્લોકમાં પરમાત્માના ચરણ યુગલને નમસ્કાર કરતાં ભક્તિવંત દેવોની સ્થિતિનો નિર્દેશ કરેલો છે. બીજા શ્લોકમાં આવા પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા સમસ્ત શાસ્ત્રોની વાત કરી છે. આ અર્થ ગંભીર જ્ઞાનપૂર્ણ સ્તોત્ર સમ્યગુ દર્શનને આપનાર મોક્ષમાર્ગ પ્રકાશક દીપક સમાન છે. તે કઈ રીતે (એમ) છે તેનો સંદર્ભ એ રીતે ઘટાવી શકાય કે શાસ્ત્ર માત્ર તેમાં આલેખાયેલા જે તે વિષયની માહિતી આપે છે. સકલ શાસ્ત્રોના અભ્યાસથી અને તેના ચિંતન મનનથી કોઈ પણ વ્યક્તિ ઉગ્ર પુરુષાર્થ કરી મહાન પંડિત બની શકે છે. જગતભરના વિદ્વાનોમાં યશ, માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે તે અત્યંત આદરણીય વ્યક્તિ પણ બની શકે છે પરંતુ અહીં જેનો ઉલ્લેખ કર્યો છે તે દેવેન્દ્રો છે. આ દેવેન્દ્રો મહાન પંડિત નથી. પરંતુ સકળ શાસ્ત્રોના અભ્યાસથી તેને યથાર્થ રીતે આત્મસાત કરીને પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાન માહિતીનું જ્ઞાન નથી પરંતુ અનુભવનું જ્ઞાન છે. દેવલોકના સમસ્ત સુખોને પણ તૃણવત ગણી પોતાની સમસ્ત જ્ઞાનપ્રજ્ઞાના આધાર ઉપર ઉત્પન્ન થયેલી તેમની પ્રજ્ઞા અતિશય સુક્ષ્મ અને તીક્ષ્ણ છે. પોતે મહાન પુરુષાર્થ દ્વારા જે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. તેવા અનુભૂતિ સંપન્ન દેવેન્દ્રો પ્રથમ જિ ઘર ભગવંત ઋષભદેવ પરમાત્માની સ્તુતિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૨૮)