________________
રોગમાં એક સુપથ્ય આહાર હોય છે, તેમ દેવેન્દ્રોએ ભક્તિપૂર્વક ત્રણે જગતના જીવોના ચિત્તનું હરણ કરવા માટે સ્તોત્ર રચના દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે અને સમસ્ત જગતના જીવો માટે આ સ્તોત્રો સુપથ્ય આહાર છે. અને તેજ ઉપચાર યથાર્થ હોવાનો ઇશારો કર્યો છે. આત્મજ્ઞાન કોને થાય? ભક્તિમાર્ગ રાજમાર્ગ છે.
સ્તુતિ સ્તોત્રો શા માટે મહિમાવંત્તા છે ? આત્મજ્ઞાનને પ્રાપ્તિ સાથે શ્વેતાંબર આમ્નાયમાં જૈન દર્શને પંદર ભેદે મોક્ષનો સ્વીકાર કર્યો છે. મોક્ષની પ્રાપ્તિમાં સમ્યગુ દર્શનને મહત્ત્વપૂર્ણ પ્રાધાન્ય મળ્યું છે. સંબો સત્તરી નામના ગ્રંથમાં આનો સ્પષ્ટ નિર્દેશ છે. શ્લોક આ પ્રમાણે છે :
सेयाम्बरो य आसम्बरो, बुद्धोवा अहवअन्नो ।
समभाव भावी अप्पा, लह ए मुखम न संदेहो । ભાવાર્થ :
શ્વેતાંબર હો કે દિગમ્બર હો, બૌદ્ધ મતનો હો કે અન્ય કોઈ મતના હો પરંતુ જે આત્મભાવથી યુક્ત છે તે મોક્ષને પામે છે તેમાં કોઈ સંદેહ નથી.
આત્મજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના અનેક ઉપાય અને સાધન છે. જપ, વ્રત, તપ, ભક્તિ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાન,શ્રવણ અને આ સિવાયનો કોઈ પણ ઉપાય કે કોઈ પણ માર્ગ જ્ઞાનમાર્ગ હો કે ભક્તિમાર્ગ - આત્મા જેને ગ્રહણ કરવો હોય તેને ગ્રહણ કરીને ભાવપૂર્વક આરાધે તો તે સમભાવ (સમ્યગ દર્શન) આપનાર અને મોક્ષ અપાવનાર છે. અને જો તે ભાવરહિત થાય તો તે ભવ ભ્રમણના હેતુરૂપ છે.
ભક્તિમાર્ગ એ રાજમાર્ગ છે. પરમાત્માના અનંતાગુણોનું યથાર્થ મહિમા લાવી ભક્તિભાવપૂર્વક પ્રભુના ચરણમાં માર્ગમાં) સમર્પિત થઈ બહિર આત્મા અંતરમુખ થઈ – અંતર આત્મા બની, પરમાત્મા થઈ શકે છે. સમસ્ત શાસ્ત્રોના જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા ચતુર દેવેન્દ્રોએ પરમાત્માની સ્તુતિ વડે પરમ પદની પ્રાપ્તિ માટે રાજમાર્ગ એવા ભક્તિમાર્ગને પ્રાધાન્ય આપી ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા સ્તોત્રો વડે પરમાત્માની સ્તુતિ કરી છે. સ્તુતિ વડે મહિમાવાનનો મહિમા આવે છે અને પોતાની અલ્પતાનું ભાન થાય છે. સ્તુતિ ચિત્તને પ્રસન્ન કરનાર છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૩૦)