________________
દ્રવ્યગુણપર્યાયની વાત - દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય
દૃષ્ટિની વાત પરમાત્મા ગુણ-પર્યાયની દૃષ્ટિએ અનેક છે તો દ્રવ્યદષ્ટિએ એક છે. અહીં પણ એ સમજવાનું છે કે શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિએ આત્મ દ્રવ્ય એક જ છે. પણ પર્યાય અર્થાત અવસ્થાની દષ્ટિએ વિચારીએ અથવા ગુણોના અનુસંધાનમાં વિચારીએ તો તે અનેક છે. આ એક અને અનેકની ભૂલભૂલામણી એવી છે કે જીવ પોતાના શુદ્ધ દ્રવ્ય અને તેનાં અનેક ગુણો જેનાથી વિશેષ મહત્ત્વપૂર્ણ અને લાભકર્તા ત્રણે કાળમાં તેના માટે કોઈ નથી. તેને તે વિસ્તૃત કરી સ્મૃતિ પટલ ઉપર જગત અને જગતના અનેક પદાર્થોને રાખે છે. ત્રણેકાળ માટે પોતાના ઉપયોગ અને પરિણામની જેને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેવો જીવ વિભાવદશામાં હોવાથી કર્મના ઉદય વખતે પછી તે કર્મ શાતા વેદનીયનું હોય કે અશાતાવેદનીયનું, તેમાં એવો એકત્વ બુદ્ધિથી જોડાય છે કે નવા કર્મ બંધાતા જાય છે. કર્મોની અનંત શૃંખલા રચાતી જાય છે. અનંત જન્મ સુધી તે આ ચોરાશીના ચક્કરમાંથી મુક્ત થઈ શકતો નથી. આવા જીવોની મુક્તિ મળે તેમની બ્રાંતિ દૂર થાય, સાચી વસ્તુસ્થિતિનું ભાન થાય તેના માટે પરમ કરુણા કરી આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજીએ આ સ્તોત્રની રચના કરી છે. આ શ્લોકમાં વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વરને જે વિવિધ સંબોધનોથી સંબોધ્યા છે. તેમાનાં કોઈપણ સંબોધનનો હૃદયના અતલ ઊંડાણમાંથી મહિમા લાવી પરમાત્માની ભક્તિ કરવામાં આવે તો દ્રવ્ય ઉપર દષ્ટિ થાય. અર્થાત્ આત્મા હાથમાં આવે, આવે અને આવે જ. અને એક વાર આત્મા હાથમાં આવે તો જ્યારે પણ આવે ત્યારે તે તેના અનંતાગુણો સાથે જ હાથમાં આવવાનો છે. આ અનંતાગણો તો નિધાન સમાન છે. તે અનંતાગુણો એવો અનુપમ ખજાનો છે કે જે દૃષ્ટિ ગોચર થતાં જ અર્થાત્ દ્રવ્ય ઉપર દૃષ્ટિ થતાં પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન-આત્માનું સ્વાનુભૂતિયુક્ત દર્શન થતાં તમામ પર-પદાર્થો, ધન, વૈભવ, ઐશ્વર્ય, પદ-પ્રતિષ્ઠા અને દેહાદિકનો મોહ જે અદ્યાપિ પર્યત પોતાને વળગેલાં છે. એવી ભ્રાંતિરૂપ જે તેની અડગ શ્રદ્ધા અને માન્યતા હતી. તેનાથી તે અનાદિથી કેટલો છે. અને મુક્ત હતો તેનો પ્રથમ અનુભવ થાય છે. આવા અનુભવોની શૃંખલા વધે તે માટે કરુણાભાવે મહાકવિએ પરમાત્માની સ્તુતિ કરી છે અને જગતને આ સ્તોત્રની ભેટ ધરી છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૦૮)