________________
જીવ શા માટે કોડી-છીપલાંથી રમે છે?
આ જ શ્લોકમાં આગળ એમ કહેવામાં આવે છે કે આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. અહીં પણ ઘણો ગૂઢાર્થ સમાયેલો છે. પહેલી વાત તો એ છે કે આપનું રૂપ અને આપના ગુણો અનિર્વચનીય છે. ઇન્દ્રિયો દ્વારા તે દર્શનીય નથી તેમજ વાણી દ્વારા તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એટલે અનાદિથી તૃષાતુર જીવની તૃષા આપનું દર્શન થતાં અભૂતપૂર્વ એવા સંતોષને પામે છે. જેને નિધાનની પ્રાપ્તિ થઈ હોય તે કોડી તરફ દષ્ટિ પણ કરતો નથી તો પછી કોડીને ગ્રહણ કરે ખરો? અને કોડીને ગ્રહણ કરવાથી તેને શું સંતોષ મળે? અર્થાત આપના દર્શન પછી માણસની દૃષ્ટિ બીજાને જોવામાં લેશમાત્ર સંતોષ પામતી નથી. હવે આથી વિપરીત એમ પણ કહી શકાય કે જ્યાં સુધી આપનું દર્શન થતું નથી ત્યાં સુધી આ જીવ કોડી, લખોટી અને છીપલાં જેવા પદાર્થોથી રમ્યા કરે છે અને તેમાં સંતોષ પણ માને છે. આ કોડી અને લખોટી એટલે ભવ ભ્રમણ વધારનારો સંસાર. પછી તે સંસાર ગૃહસ્થીનો હોય કે ત્યાગીનો, તેથી કોઈ ફરક પડતો નથી. સંસારી ધન, વૈભવ યશ, માન પ્રતિષ્ઠારૂપી કોડા-છીપલાને પકડવાં અને એ રીતે પોતાના અહંકારને પુષ્ટ કરવામાં રાખને માટે અમૂલ્ય એવા આ આત્માને રોળી નાખે છે તો બીજી તરફ જેની આંતર દષ્ટિ કે આત્મલક્ષી સુનિશ્ચિત પ્રવૃત્તિને આત્માની પ્રવૃત્તિ માનીને જ્યારે આત્મલક્ષ ચૂકી જાય ત્યારે તેવા પ્રકારની પ્રવૃત્તિરૂપી કોડા-છીપલાં દ્વારા તેમનો પણ અહંકાર પુષ્ટ થાય છે અને તેમનો પણ સંસાર વધે છે.
પરંતુ આ જ શ્લોકમાં અગાઉ જણાવ્યા પ્રમાણે જેની દૃષ્ટિમાં અગાઉ વર્ણવેલી સ્થિરતા આવતી જતી હોય, અંતર્મુખતા પ્રગટી હોય, એક આત્મા સિવાય સઘળું જેને ગૌણ થતું જતું હોય અને પરમાત્માના દર્શનની તીખી તમન્ના જાગી હોય તેને તેવી આત્મદષ્ટિ અને પ્રભુના અનુપમ દિવ્ય સ્વરૂપ અને ગુણોનું દર્શન થાય છે. એટલું જ નહીં પરંતુ પરમાત્મ સ્વરૂપનું આ દર્શન થતાં જીવ સંસારી હોય કે ત્યાગી હોય પરંતુ તેનાં કોડાં-છીપલાં તેનાં હાથમાંથી અનાયાસે, સહજ પણે છૂટી જ જાય છે. નિધાનની પ્રાપ્તિ થતાં કોડીઓ હાથમાં કેવી રીતે રહી શકે? આ રીતે ગહનતાથી વિચારીએ તો કંઈક “પકડવાની” કે કંઈક “છોડવાની” પ્રવૃત્તિ અનાદિથી આજ સુધી ભવભ્રમણના હેતુરૂપ બની છે, અને આ જીવ તે દ્વારા પોતાના અહંકાર, મિથ્યાત્વ કે પોતાની ભૂલના કારણે સંસારી થઈને પણ ઠગાયો છે અને
Jain Education International
For Private Personal Use Only
દ૫)
www.jainelibrary.org