________________
ત્યાગી થઈને પણ ઠગાયો છે.
આ શ્લોકના આગળના ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ! આપનું દર્શન એ તો અનાદિથી ભટકતા તૃષાતુર જીવના માટે ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીરસમુદ્રના જળના પાન સમાનછે. આમ કહીને પરમાત્માના દર્શનની સર્વોત્કૃષ્ટતા પ્રસ્થાપિત કરવા સાથે સ્વાનુભૂતિ સંપન્ન આ મહાકવિ અને મહાત્મા એમ જણાવે છે કે આત્મદર્શન અને ૫૨માત્મદર્શન એ ક્ષીરસમુદ્રના જળ સમાન છે તો અનાત્મદર્શન બહિરાત્મદર્શન એ લવણસમુદ્રના ખારા જળ સમાન છે. ક્ષીરસમુદ્રનું જળ અનાદિની તૃષા છિપાવી સંસારનો ક્ષય કરનાર છે, જ્યારે લવણસમુદ્રનું જળ સંસારને વધારનાર છે. વિકલ્પે એમ પણ કહી શકાય કે તીર્થંકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ સમાન છે અને અન્ય દેવોનું દર્શન લવણસમુદ્રના ખારા જળ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
(૬૬)
www.jainelibrary.org