________________
એટલા માટે નથી થતો કે “વિચારક”નું પરિવર્તન કર્યા વિના કેવળ વિચારોમાં પરિવર્તન કરવાથી આત્મા હાથમાં આવે તેમ નથી. વિચારકનું પરિવર્તન એટલે અંતર્મુખતાનો અભ્યાસ, પોતાના સ્વરૂપની શોધ, તેના તરફની તેની તીવ્ર રુચિ અને પુરુષાર્થ આ બધું અંતરઆત્મદશામાંથી પરમાત્મદશા તરફ જતાં આત્માના સ્વાનુભવમાં અવશ્ય આવે, આવે અને આવેજ. જેના સ્વાનુભવમાં આસન સ્થિરતા પ્રગટી હોય લાંબાકાળ સુધી ધ્યાન થઈ શકતું હોય. સાલંબન ધ્યાનમાંથી નિરાકાર ધ્યાન તરફ જઈ શકાયું હોય અને તો પણ આત્મા હાથમાં ન આવ્યો હોય તો સમજવું શું? આપણે દયા, શાંતિ, અહિંસા આદિગુણોને ભારે જહેમત ઊઠાવીને, ઉગ્ર પુરુષાર્થ કરીને બહારથી કેળવીએ એટલે લોકોમાં ખ્યાતિ મળે છે. અને જગતમાં વાહ-વાહ થઈ જાય છે. અને આટલું બધું કરવા છતાં પાછો આત્મા હાથમાં નથી આવતો તેનું કારણ શું?
આસન સ્થિરતા, સાલંબન ધ્યાન કે બાહ્યગુણોને પ્રગટ કરવાનો પુરુષાર્થ પછી પણ સ્વાનુભૂતિ રોકાવાનું કારણ જીવનો સત્તામાં આત્મા સિવાય બીજે પડેલો ભાવ છે. એટલું જ નહી પરંતુ સ્વભાવની રુચિ અને પ્રીતિ, ધ્યાન પણ સહજપણે આપે છે. ગુણોને પ્રગટપણ સહજપણે કરે છે. આગળ વધીને ત્યાં સુધી કહી શકાય કે સ્વભાવની બળવાન રુચિ અને પ્રીતિ પંચમહાવ્રતને પણ જન્મ આપે છે. આમ પંચમહાવ્રત પણ સ્વયંભૂ પ્રગટે છે. પરમાત્મપદની યાત્રા કેવી હોય? ત્રણે કાળમાં તે
સમાન છે. હવે પરમાત્માની આત્મામાંથી પરમાત્મપદની યાત્રાને સૂક્ષ્મતાપૂર્વક અવલોકો. આ યાત્રા અતીતના, વર્તમાનના કે અનાગતકાળના ગમે તે તીર્થકરની હશે તો પણ તે સમાન હશે. શ્રી તીર્થકર ભગવંતોને જન્મથી જે જ્ઞાન હોય છે તે પૂર્વની આરાધનાના ફલસ્વરૂપ હોય છે. આત્મામાંથી પરમાત્મપદની યાત્રા જેની પણ જ્યારે શરૂ થઈ ત્યારે તે આત્માની અંતર્મુખતાના લક્ષે શરૂ થઈ છે. શુદ્ધ દ્રવ્ય ઉપર એક સમય માત્રાના માટે પણ જો દષ્ટિ સ્થિર થઈ જાય, એક ક્ષણ માટે પણ જો સ્વાનુભૂતિપૂર્વક આત્મદર્શન થાય તો આ આત્માને ત્રણે કાળમાં પછી બહારના પદાર્થ કે વસ્તુ ઉપર રુચિ કે આસક્તિ રહેતી નથી. જેને આત્મામાં પ્રીતિ જાગે છે. તેના આત્મામાંથી પંચમહાવ્રત પ્રગટે છે. જેની રુચિ અને વીર્ય આત્મામાં ઠરે છે. તે સંકલ્પ-વિકલ્પોથી પર થઈ નિર્વિકલ્પ દશામાં ઠરે છે. એટલું જ નહીં પરંતુ આત્માના પ્રદેશ-પ્રદેશથી નિધાનરૂપે આત્મગુણોની પ્રાપ્તિ થાય છે અને પ્રગટે છે. (ત કેળવવા પડતા નથી.) તેઓ આત્મ
Jain Education International
For Priate & Personal Use Only
૧ ૨ ૧ )
www.jainelibrary.org