________________
આ પંકિતઓમાં કવિની નમ્રતા અને પ્રભુ તરફની ભક્તિના દર્શન થાય છે. પોતાને અલ્પબુદ્ધિ કહીને એમ જણાવે છે કે પરમાત્માની સર્વજ્ઞતા સામે પોતે અલ્પજ્ઞ છે, અલ્પબુદ્ધિવાળા છે. પરંતુ તે સાથે અહીં એ પણ સ્પષ્ટપણે અભિપ્રેત છે કે લૌકિક બુદ્ધિ, દુન્યવી બુદ્ધિ, જગતના પરપદાર્થો અને વિકારીભાવો તરફ રાગવાળી નઠારી બુદ્ધિનો હવે તેમનામાં સર્વથા અભાવ છે. તેમની બુદ્ધિ શુદ્ધ દ્રવ્યોમાં રમણતા કરે છે. તેમને જેટલે અંશે શુદ્ધ આત્મદ્રવ્ય તરફની દષ્ટિપ્રગટ થઈ છે. તે દષ્ટિમાં પરમાત્માનું જ સ્વરૂપ જણાયું છે તેનાથી તેઓ જે રીતે પ્રભાવિત થયા છે. તે પ્રભાવના બળનો આશ્રય કરી નમ્રતાપૂર્વક પોતાને અલ્પબુદ્ધિ ગણાવી પોતે સ્તોત્ર રચવા તૈયાર થયા છે તેમ જણાવે છે. સપુરુષ કોને કહેવાય? સ્તોત્ર શા માટે તેમને ગમે છે?
આ શ્લોકમાં તેઓ આગળ એમ જણાવે છે કે કમળ ઉપર પડેલું જળનું બિંદુ જેમ શોભા પામે છે અને મોતીની જેમ ચમકે છે, તેવી રીતે હે પરમાત્મા, તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિ દ્વારા રચાયેલું તમારું સ્તોત્ર સત્પષોના મનને આનંદ આપનાર થશે. આ અર્થગંભીર ભાવને જરા વિસ્તારથી સમજીએ. અહીં પુરુષની તુલના રૂપકરૂપે કમળની સાથે થઈ છે. કમળ માટે સમાનાર્થી શબ્દ પંકજ છે. પંકજ એટલે કાદવમાં જન્મેલું, સરોવરમાં નીચે રહેલા કાદવ કીચડમાંથી જેનો જન્મ થાય છે, તે કમળ કાદવ-કીચડ અને પાણીમાં રહેલું હોવા છતાં તે કાદવ-કીચડ અને પાણીથી ભિન્ન રહે છે.
કમળની જેમ પુરુષો સંસારરૂપી સાગરમાં, રાગદ્વેષ અને અજ્ઞાનરૂપી કીચડ વચ્ચે રહેતા હોવા છતાં તેઓ કમળની જેમ તેનાથી ભિન્ન રહે છે. સામાન્ય માણસો જ્યાં જન્મે છે, જેની કુખે અવતાર લે છે તે માતાપિતા અને સર્વ સંબંધોમાં તેમજ કાદવ-કીચડ રૂપી અજ્ઞાનમાં એકત્વ બુદ્ધિ કરે છે. જ્યારે પુરુષો “સત્' નો આશ્રય કરે છે. “સતું એટલે આત્મા, સત્' એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. “સત્' એટલે આત્માના શુદ્ધ ગુણો. આવા “સત્' નો જેને આશ્રય હોય તે પુરુષો અને તેમની બુદ્ધિ જેમાં રમણતા કરે છે તે શુદ્ધ આત્મ દ્રવ્ય છે. કમલપત્ર ઉપર જળબિંદુ મોતીની જેમ ચમકે છે તેવી રીતે પુરુષોના હૃદયની અંદર મંદબુદ્ધિ એવાં મેં રચેલું તમારું આ સ્તોત્ર શોભાયમાન થઈ રહેશે. તે સત્યરુષોના મનનું રંજન કરનાર અને હૃદયને આનંદ આપનાર છે. કારણકે સત્વરુપોની બુદ્ધિ ઉપર
Jain Education International
For Private Personal Use Only
(૫૪)
www.jainelibrary.org