________________
જેવું સ્વરૂપ જણાવ્યું તેવો છે. તે જ્ઞાન સ્વભાવી છે, તે શુદ્ધ છે. તે આનંદકંદ છે. તે પૂર્ણાનંદનો નાથ છે. અનંતાગુણો અને ઐશ્વર્યથી યુક્ત છે. રાગ, દ્વેષ, કે કામ, ક્રોધ જેવા વિકારી ભાવોવાળો તે અજ્ઞાન દશામાં હોઈ શકે. પણ તે વિકારી ભાવો તેનું સ્વરૂપ નથી. અનાદિકાળથી પોતે વિકારી ભાવો સાથે એકત્વ બુદ્ધિ કરેલી હોવાથી પોતાના શુદ્ધ સ્વરૂપને તે જાણી કે અનુભવી શક્તો નથી. અને પોતાના શુદ્ધ સ્વરૂપનો માહિતી ખાતર પણ સ્વીકાર કરી શક્તો નથી એટલું જ નહી પરંતુ આનાથી વિપરીત ક્યારેક તે પોકાર કરીને કહે છે કે “હે વીતરાગ પરમાત્મા તમે પૂર્ણ વીતરાગી છો. તમે સર્વજ્ઞ છો. તમે પૂર્ણાનંદી છો. તમે ત્રણલોકના નાથ છો. જેવો તમારો આત્મા છે, તેવો જ મારો આત્મા છે. જેવું તમારા આત્માનું સ્વરૂપ છે. તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. છતાં હે પ્રભુ! તમે વીતરાગી છો. હું રાગી છું. તમે ક્ષમાસાગર છો. હું ક્રોધી છું.'’ આ રીતે જીવ પોકારમાં પોતાને પરમાત્મ સ્વરૂપ ગણાવે છે. પરંતુ તેની અતૂટ અને સાચી શ્રદ્ધા તેના હૃદયમાં નિઃશંકપણે હૃદયના અતલ ઊંડાણમાં અનાદિના સંસ્કારના કારણે, ભવોની પરંપરાના કારણે એવી દૃઢ પડેલી હોય છે, કે પોતે રાગી છે, દ્વેષી છે, ક્રોધી છે, લોભી છે, અહંકારી છે અને મમતાવાળો છે.
જ
ઉપરના લખાણના અનુસંધાનમાં આઠમા શ્લોકમાં કવિ કહે છે કે હે પ્રભુ, આપનું સ્તોત્ર રચવું દુષ્કર છે. આ વાત અહીં સ્પષ્ટ રીતે સમજી લેવાની છે કે આત્માના શુદ્ધ સ્વરૂપનો જેને અંતરમાં સ્વીકાર નથી, જેની શુદ્ધ દ્રવ્યો ઉપર દૃષ્ટિ નથી અને જેની પર ભાવ અને વિકારી ભાવો ઉપર એકત્વ બુદ્ધિ છે તે લૌકિક અર્થમાં દુન્યવી વિષયો ઉપર ગમે તેવી મહાન કૃતિ, કાવ્યરચના, કે મહાકાવ્યની રચના કરી શક્તો હોય તો પણ તેના માટે ૫૨માત્માના સ્તોત્રની રચના કરવી દુષ્કર છે. શુદ્ધાત્માની જેને યથાર્થ શ્રદ્ધા હોય, વિકારી ભાવોથી એકત્વ બુદ્ધિ ટળી જેનું મન નિર્મળ દશાને પામ્યું હોય તે હૃદયમાં પરમાત્માની ભક્તિને ધારણ કરી શકે છે. તે પરમાત્માની સ્તુતિ કરી શકે છે. તે પરમાત્માના સ્તોત્ર રચી શકે છે. કેમ કે તેણે પરમાત્માના શુદ્ધ સ્વરૂપને, તેમના અનંતાગુણોને, તેમની પૂર્ણાનંદની દશાને નિઃશંકપણે મન-વચન અને કાયાના યોગથી સ્વીકારી છે, તેને પરમાત્માનો મહિમા છે. તે પરમાત્માના પ્રભાવમાં છે એટલે જ આચાર્ય ભગવંત આઠમા શ્લોકના પ્રારંભમાં જણાવે છે કે હે પ્રભુ, તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે- બીજાઓ માટે પરંતુ હેનાથ, મારી અલ્પબુદ્ધિ છતાં તમારું સ્તોત્ર રચવાનો મેં પ્રયત્ન કર્યો છે તે તમારા મારા ઉપરના પ્રભાવના કારણે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૫૩)