________________
ભક્તામર શ્લોક ૩૦ कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाकशुचिनिर्झरवारिधार -
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। ભાવાર્થ :
મોગરાના ફૂલ જેવા સફ્ટ વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુ - પર્વતની સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. | ૩૦ |
સ્વયં મેરુ પણ પ્રભુ પાસે તણખલાની તોલે છે!
શ્રી ભક્તામર સ્તોત્રના ત્રીસમા શ્લોકમાં સ્તુતિ કરતાં એમ જણાવવામાં આવ્યું છે કે પ્રભુનું શરીર મેરુપર્વતની સુવર્ણભૂમિ જેવું શોભે છે, અને મોગરાના ફૂલ જેવા સફેદ ચામરો વડે તેમને જે પવન નંખાય છે તે સફેદ ચામરો ઉદય પામેલા ચંદ્રમાના જેવા ધવલ છે. વળી, પવિત્ર ઝરણાના પાણીની ધારાઓ જાણે વહી રહી હોય અથવા તેવી ધારાઓ સમાન તે ચામરો શોભી રહ્યા છે. અહીં પરમાત્માના શરીરને મેરુપર્વતની સુવર્ણમયભૂમિ જેવું જણાવવામાં આવ્યું છે. આ મેરુપર્વત સુવર્ણ જેવા કિંમતી દ્રવ્યથી બનેલો છે. આમ, તો પ્રભુના શરીરની તુલનામાં આવી શકે અથવા જેની સાથે પ્રભુના શરીરને સરખાવી શકાય તેવો કોઈ જ પદાર્થ ત્રણે લોકની અંદર નથી. છતાં અહીં તેને મેરુપર્વતની સુવર્ણમય ભૂમિ સાથે એટલા માટે સરખાવવામાં આવ્યો છે કે સુવર્ણ એક એવી ધાતુ છે કે જેનું મૂલ્ય અનાદિથી આજ સુધી કિંમતી રહ્યું છે. સુવર્ણને કાટ લાગી શકતો નથી. અને દુનિયામાં લૌકિક એષણાવાળા લોકો સુવર્ણના અલંકારોને સૌથી વધુ પ્રિય ગણે છે. તાત્પર્ય એ છે કે સુવર્ણની જેમ આત્મા પણ અનાદિથી સૌથી મૂલ્યવાન ચૈતન્ય પદાર્થ છે. આ આત્મા અનેક જન્મ ધારણ કરવા છતાં, અનેક વખત કરવા છતાં પોતે સ્વયં અમર છે. તે જડ, પૌગલિક શરીરોને અનંતીવાર ગ્રહણ કરે છે અને અનંતીવાર છોડે છે. ચારેય ગતિમાં ભ્રમણ કરતા જીવે ચોરાશી લાખ ભાવમાં ભ્રમણ કરવા છતાં આત્મા ઉપર એક પણ ભવની છાપ પડી નથી. અર્થાત આત્મા કોઈપણ ભવ દ્વારા કોઈપણ ભવમાં પ્રસાયો
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૨૬)