________________
તો વાતાવરણ બદલાઈ ગયું. રાણીઓ ગાંડાની જેમ ગોળ-ગોળ ફરવા લાગી અને હસવા લાગી, ગાંડપણનો આ ક્રમ વધતો જોઈ રાજાને કશુંક અજુગતું બન્યાનો ખ્યાલ આવી ગયો. રાજાને તેમના માણસોએ પણ વળગાડ બાબતે ઇશારો કર્યો. પછી તો ભૂવા આવ્યા, તાંત્રિકો આવ્યા અને ઘણા ઘણા ઉપાયો કર્યા પરંતુ વળગાડની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં.
ત્યારપછી, ભૂવાની શોધમાં ફરતા અનુચરે રાજાને જણાવ્યું કે અહીંથી થોડેક જ દૂરકોઈ શાંતિકીર્તિ નામે જૈન મુનિ તેમના શિષ્યો સાથે બેઠેલા છે તે જરૂર મદદરૂપ થઈ શકે. આથી રાજા પોતે મુનિશ્રી પાસે પહોંચી ગયા અને વિનયપૂર્વક તેમની સામે તેમણે જે કાંઈ બન્યું હતું તેની વાત કરી. તેથી મુનિશ્રીએ તેમને સાંત્વન આપ્યું અને શ્રી ભક્તામર સ્તોત્રના ૨૪-૨૫ શ્લોકની આરાધના કરી તે શ્લોકની ભાવના આપી અભિમંત્રિત કરેલું જળ આપ્યું તે જળનો દરેક રાણીઓ ઉપર છંટકાવ કરવાથી તરત જ ચમત્કાર થયો! રાણીઓનો વળગાડ દૂર થયો અને સહુ કોઈની જૈન ધર્મ તરફ શ્રદ્ધા વધી.
આ જગતમાં જીવ સુખના દિવસોમાં હસી-મજાકમાં જીવન વિતાવે છે પરંતુ તેને મિથ્યાત્વરૂપી વ્યંતર વળગેલો હોવાથી સુખ પછી દુ:ખ ઘણું ભોગવવું પડે છે. જીવ જો સંતપુરુષના ચરણ પકડે અને તેમના ચીંધેલા માર્ગે ચાલે તો જ મિથ્યાત્વરૂપી વ્યંતરના વળગાડમાં થી છૂટે.
શ્લોક નં. ૨૬ ની વાર્તા ધનમિત્ર કેવી રીતે ધનવાન બન્યો. પાટલીપુરનગરમાં ધનમિત્ર નામે શેઠ રહેતા હતા. તે ધર્મપરાયણ, સંસ્કારી શ્રાવક હતા. તેમની અટક શેઠ હતી પરંતુ ખરેખર તે શેઠ નહોતા, ગરીબ હતા. અને દરિદ્રતા દૂર કરવા ખંતથી મહેનત કરતા હતા પરંતુ, પ્રારબ્ધ સાથ નહોતું આપતું.
એક વખત તે નગરમાં વિહાર કરતા કરતા વિજયદેવસૂર નામે એક જૈન આચાર્ય પધાર્યા. તેમના વ્યાખ્યાનો સાંભળવા ખૂબજ લોકો આવતા હતા. ધનમિત્ર પણ ત્યાં રોજ જતા હતા. એક વખત વ્યાખ્યાનમાં “બ્રહ્મચર્યનો ખૂબજ મહિમા બતાવાયો તેથી, બધા લોકો ગયા પરંતુ ધનિમત્ર ત્યાં જ બેસી રહ્યા. તેમણે મહારાજશ્રી પાસેથી બે નિયમો ધારણ કર્યા જેમાં. ૧. પરસ્ત્રીને માતા સમાન ગણવાનો હતો અને ૨. શ્રી ભક્તામરસ્તોત્રનો પાઠ કર્યા પછી ભોજન લેવાનો હતો. તેમને એવી શ્રદ્ધા થઈ કે આ બે નિયમના પાલનથી તેમની ઉન્નતિ પણ થશે
Jain Education International
For Private & Personal Use Only
(૧૮૬)
www.jainelibrary.org