________________
અને દારિદ્ર પણ દૂર થશે.
એક વખત ધનમિત્ર ધન કમાવવા માટે બહારગામ જવા નીકળ્યા. રસ્તામાં તે વસંતપુર નામના નગરમાં આવી ચડ્યા. વિશ્રાન્તિ માટે તે એક સ્થળે બેઠા. તે સમયે રૂપરૂપના અંબારસમી એક નવયૌવનાએ તેમને પરદેશી જાણી પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. થોડા ખચકાટ પછી તે તેના નિવાસે ગયા. ત્યાં તેમને ઘણું માન આપી બધાજ પ્રકારના સુખભોગની લાલચ આપી તે રૂપવતી સ્ત્રીએ કાયમ તેમને ત્યાં જ રહેવા આગ્રહ કર્યો. તે છટકી ન જાય તે માટે મકાનમાં રહેલા માણસોએ દ્વાર બંધ કરી દીધા. આ વિકટ સ્થિતિમાં ધનમિત્રએ એક ચિત્તે શ્રી ભક્તામર સ્તોત્રના ર૬મા શ્લોકનું આરાધન કરતા થોડી જ વારમાં તેની સમક્ષ એક દેવ પ્રગટ થયા. અને ધનમિત્રએ આંખો ખોલી દેવને ભક્તિભાવપૂર્વક નમન કરી ચોતરફ નજર કરી તો તે મકાન, અનુચરો ને રૂપવતી સ્ત્રી બધું અદશ્ય થઈ ચૂક્યું હતું. પછી દેવે જણાવ્યું કે ધનમિત્રની કસોટી કરવા તેમણે આ પ્રકારની રચના કરી હતી. કસોટીમાંથી પાર ઉતરેલા ધનમિત્રને દેવે પાંચ અત્યંત મૂલ્યવાન રત્નો આપી તેમનું દારિદ્ર દૂર કરી તેને ધનવાન બનાવી દીધો. આમ, જે ધર્મશ્રદ્ધાળુ લીધેલા નિમયનું પાલન કરી કસોટીમાંથી પાર ઉતરે છે તે આ લોકમાં અને પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે.
બ્લોક નં. ર૭ ની વાર્તા શ્રદ્ધાનું ળ - પુત્ર રત્નની પ્રાપ્તિ પૈઠણપુર નગરમાં હરિસિંહ નામે રાજા રાજય કરતા હતા. તે ન્યાયપરાયણ અને લોકપ્રિય રાજવી હતા. પરંતુ તેમને ત્યાં શેર માટીની ખોટ હતી. આથી, સંતાન નહીં હોવાથી રાજા ઘણા જ ચિંતાતુર રહેતા હતા. રાજાની આ ચિંતા દૂર થાય તે માટે તેમના ચતુર પ્રધાને નગરના દરેક દરવાજે પોતાના માણસો ગોઠવી દીધા અને શહેરમાં પ્રવેશતા દરેક સાધુ-સંત વિશે તેને માહિતી આપવા જણાવ્યું. પ્રધાનનો આશય એ હતો કે કોઈ સાધુ-સંતના આર્શીવાદ કે કૃપાથી રાજાને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થાય.
ઘણો સમય વીત્યો અને ઘણા સંતોને મળવાછતાં પ્રધાનની આશા ઠગારી નીવડી. છેવટે એક વખત અનુચરો એક ખુશખબર લઈને આવ્યા કે “સુઘોષા” નામના મહાન પ્રતાપી જૈન મુનિ નગરમાં પધાર્યા છે. તરત જ પ્રધાને મુનિશ્રીને મળી રાજાના દુઃખની સઘળી વાત જણાવી. શાંત ચિત્તે આ બધું સાંભળી મુનિશ્રીએ રાજાને લઈ બીજે દિવસે ફરી મળવા આવવા જણાવ્યું.
બીજે દિવસે રાજા, પ્રધાનમંત્રી અને પ્રખ્યાત નગરજનોને લઈને મુનિશ્રી
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૮)