________________
પાસે આવ્યા. તેમને ભક્તિપૂર્વક વંદન કરી પોતાના દુઃખનો ઉપાય પૂછયો ત્યારે મુનિશ્રીએ કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. વળી, શ્રદ્ધાના ફળનો મહિમા પણ સમજાવ્યો અને એક ચિત્તે ભક્તામર સ્તોત્રની આરાધના સાથે પોતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ૨૭મા શ્લોકની આરાધના કરવા જણાવ્યું. રાજાએ પણ ખૂબજ ભક્તિપૂર્વક સળંગ ૩ માસ સુધી તે પ્રમાણે આરાધના કરતા એક વખત સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઇચ્છા પૂરી કરવા માટે તેમને એક ફૂલની માળા ભેટ આપી અને રાણીને ગળામાં પહેરાવવા સૂચના આપી.
શાસનદેવી તરફથી આ માળા રાણીએ ગળામાં ધારણ કર્યા પછી તેમને ત્યાં યોગ્ય સમયે દેવકુમાર જેવા પુત્રની પ્રાપ્તિ થઈ. પૈઠણપુરના દરેક જિનાલયમાં મહોત્સવો ઉજવાયા, પૂજાઓ ભણાવી અને જૈન ધર્મનો પ્રભાવ વધ્યો.
ધર્મ શ્રદ્ધા બળવાન હોય તો જીવનો પુરુષાર્થ કર્મની પણ નિર્જરા કરી શકે છે. પરંતુ તે કનત્રયની આરાધના દ્વારા જ થઈ શકે.
શ્લોક નં. ૨૮-૨૯ ની વાર્તા પ્રચંડ પાપનું ફળ આ ભવમાં જ મળે
ધારાનગરીમાં તે વખતે વિજયપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાને રૂપરૂપના અંબાર જેવી એક પુત્રી હતી તેનું નામ રૂપકુમારી હતું. એક તો રાજાની કુંવરી અને તેમાં પાછી ખૂબ રૂપાળી એટલે તેના અભિમાનનો પાર નહીં! તે બધાને ધુત્કારતી અને વાતવાતમાં બધાને ઉતારી પાડતી. ખરેખર તે ખૂબ ઘમંડી
હતી.
એક વખતની વાત છે. તે પોતાની સખીઓ સાથે ધારાનગરીમાં તેના માટે બનાવેલા ખાસ ઉદ્યાનમાં ફરવા ગઈ હતી. ત્યાં તેણે ધ્યાનમાં મગ્ન એક મુનિરાજને જોયા. અને તે તેમના તરફ અનેક પ્રકારના તિરસ્કારયુક્ત વચનો બોલવા લાગી. પરંતુ મુનિની શાંત મુખમુદ્રામાં કોઈ પરિવર્તન ના થયું. તેથી, તેમને ચીડવવા માટે તેમના ઉપર નાની-નાની કાંકરીઓ અને ધૂળ ફેંકવા લાગી અને એમ કરતાં-કરતાં ધ્યાનમગ્ન મુનિનું શરીર ધૂળ અને કાંકરાથી ભરાઈ
ગયું.
આવી રીતે, મુનિરાજની ક્રુર મશ્કરી કરી, કુંવરી સખીઓ સાથે ઘેરા પાછી ફરી. તે ઘમંડી કુંવરીના પ્રચંડ પાપનો બદલો તેને તરત જ મળ્યો.જે રૂપનું તેને અભિમાન અને ગૌરવ હતુ તે નાશ પામ્યું એટલું જ નહીં પરંતુ તેનું અંગેઅંગ કુરૂપ અને બેડોળ થઈ ગયું. નાના પ્રકારના રોગોથી ઘેરાયેલું તેનું શરીર બિહામણું બની ગયું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી અને એક ધ્યાનમગ્ન મુનિને
Jain Education International
For Privata & Personal Use Only
૧ ૮૮ )
www.jainelibrary.org