________________
પોતાની યોગ્યતા અને તિતિક્ષા મુજબ તેનું અર્થઘટન કરે છે. ચારે ગતિમાં જીવોની દૃષ્ટિએ પોતપોતાની રીતે કયાં સ્વર્ગ સુખ ઉત્તમ છે, ક્યાં મોક્ષ સુખ ઉત્તમ છે. તેથી સમવસરણમાં બેઠેલા કેવળજ્ઞાની સુધીના ઉચ્ચ આત્માઓ તેને મોક્ષમાર્ગના સંદર્ભમાં તે ગ્રહણ કરે છે જ્યારે દેહબુદ્ધિવાળા બહિર્મુખી જીવો તેને સ્વર્ગસુખના સંદર્ભમાં ગ્રહણ કરે છે. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે અશુભ પ્રવૃત્તિમાં રોકાયેલા જીવને પણ શુભનું આચરણ ગ્રાહ્ય જણાય છે. જયારે આત્માર્થીને આ જ દિવ્યધ્વનિમાંથી પરમશુદ્ધ આત્મતત્ત્વનો બોધ મળે છે. આમ દિવ્યધ્વનિ દ્વારા અત્યંત ઉત્તમ અને સાચા સુખનો બોધ મળતો હોવા છતાં જીવ તેને પોતાની સમજ પ્રમાણે ગ્રહણ કરે છે. તેથી હવે તે સમજાશે કે કયા જીવોને ભવભ્રમણ ચાલુ રહે છે અને કયા જીવોને મોક્ષ મળે છે તેનો ખરો આધાર તો દિવ્ય ધ્વનિમાંથી મળેલા બોધનો પોતે કેવું અર્થઘટન કર્યું છે, તેના ઉપર રહેલો
આથી એ પણ ફલિત થાય છે કે વર્તમાનમાં પણ જે જીવો ભવભ્રમણ કરે છે તેમાનાં પરમાત્માની દેશના સાંભળીને આવેલા જીવ પણ તે વખતની પોતાની બર્ણિમુખી દૃષ્ટિ અને સ્વાર્થના સુખના લોભમાં તે બોધનું તે રીતે અર્થઘટન કર્યું હોય તો આજે પણ તેમનું ભવભ્રમણ તે જ કારણથી ચાલુ રહે તેમાં કાંઈ જ વિશેષ આશ્ચર્ય નથી. પરમાત્માના દિવ્ય ધ્વનિ દ્વારા સમવસરણમાં ઉપસ્થિત ચારે ગતિના જીવો માટેના કલ્યાણ માટે તે વાણી વહેતી રહી. પરંતુ તેનો ઉપયોગ અને ગ્રહણ દરેક જીવે પોતપોતાની રીતે કર્યો. પવિત્ર ભાગીરથી ગંગા ઘણે સ્થળેથી વહે છે લોકો તેનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. કોઈ ત્યાંનું જળ પીવે છે, કોઈ ત્યાં સ્નાન કરે છે. કોઈ લોટો લઈને આવ્યું હોય તો લોટામાં સમાય તેટલું જળ લઈ જાય છે અને કોઈ ટેન્કર લઈને આવ્યું હોય તો તેટલું લઈ જાય છે. ગંગા તો નિરંતર વહેતી રહે છે. વહેતી ગંગામાંથી કોણ કેટલું પાણી લે છે, શા માટે પાણી લે છે, પાણીનો કેવો ઉપયોગ કરે છે તેમાં તેને કોઈ રસ નથી. ગંગાનો પ્રવાહ વહ્યા કરે છે. જેને જેટલો જે રીતે જે ઉપયોગ માટે લાભ લેવો હોય તે પોતાની મરજી મુજબ લાભ લે છે. પરમાત્માના સમવસરણમાં હિંસક પ્રાણીઓ પણ હતાં. મનુષ્યો અને દેવો હતા, ચારે ગતિના જીવો હતાં, દરેક તેમના બોધને પોતાની રીતે પોતાની શક્તિ મુજબ અને પોતાની સમજ મુજબ ગ્રહણ કર્યો અને પોતે સૌથી ઉત્તમબોધ ગ્રહણ કર્યો છે તેમ પોતાની રીતે માન્યું.
આમ, પરમાત્માની વાણી ગંગાની ધારા જેવી હતી. તેનો લાભ દરેકે પોતપોતાની રીતે લીધો. તેથી અહીંપણ તે સ્પષ્ટ પણે ફલિત થાય છે કે આત્મા પરમાત્માના સમવસરણમાં પૂર્ણપણે સ્વતંત્ર હતો. પરમાત્માની દેશના અને
For Private & Perşonal Use Only
(૨ ૨૬) a
Jain Education International
www.jainelibrary.org