________________
ધ્વનિમાંથી નીકળતો ઉપદેશ દરેક જીવ પોતાની ક્ષમતા અને યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરે છે અને તેનું અર્થઘટન પણ પોતાની રીતે કરે છે. જ્યારે આ જ દિવ્ય ધ્વનિના આધારે દ્વાદશાંગીની રચના દ્વારા ગણધર ભગવંતોએ સમસ્ત મોક્ષમાર્ગની પ્રરુપણા કરી છે.
આજનું આગળ વધેલું વિજ્ઞાન અને તેની શોધો દ્વારા આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદમાં જુદા જુદા દેશના જે પ્રતિનિધિઓ હાજર હોય છે તેઓ વક્તાના ભાષણને પોતપોતાની ભાષામાં સમજી લેછે. શ્રોતાઓએ કાન ઉપર લગાવેલા ઇયરફોનમાં આધુનિક વૈજ્ઞાનિક શોધને કારણે એવી યાંત્રિક રચના કરવામાં આવી હોય છે કે વક્તા રશિયન ભાષામાં બોલતા હોય તો પણ પ્રતિનિધિ પોતાની રાષ્ટ્રીયભાષામાં તે ભાષણ સાંભળી શકે છે. આ સંદર્ભમાં વિચારીએ તો પરમાત્માના દિવ્ય ધ્વનિની વાત તો અનેક રીતે આશ્ચર્યકારક અને ચમત્કારિકછે. આજના આધુનિક યુગમાં તો એક ભાષામાં બોલેલ ભાષાનું વધુમાં વધુ ચાલીસ કે પચાસ ભાષામાં રૂપાંતર થાય છે, પરંતુ પરમાત્માની દેશના જે દિવ્ય ધ્વનિ દ્વારા થતી હતી તેનું રૂપાંતરણ થતા ચારે ગતિના દરેક જીવ તે બોધને પોતાની ભાષામાં સમજી શકતા હતા. ખૂબ જ મોટા આશ્ચર્યની વાત એ છે કે આજનાં યુગમાં હજારો શબ્દો દ્વારા જુદી-જુદી ભાષામાં રૂપાંતર થાય છે જ્યારે પરમાત્માનો બોધ ૐકારના ફક્ત એક જ શબ્દના દિવ્યધ્વનિ દ્વારા આવતો હતો અને તેનું રૂપાંતરણ ગણધર ભગવંતો જેવાએ ખૂબ જ વિસ્તૃત સમજૂતી આપીને ભિન્ન-ભિન્ન વિષયોની પ્રરુપણા કરી દ્વાદશાંગી દ્વારા દર્શાવ્યું છે.
દિવ્ય ધ્વનિ જેવું બળવાન નિમિત્ત છતાં જીવ પોતાના ઉપાદાન પ્રમાણે પામી શકે છે.
અહીં કોઈપણ પ્રશ્ન કરે તે પહેલાં જ ખુલાસો કરી દઈએ કે ૐકારનો દિવ્યધ્વનિ અવિરતપણે ૫૨માત્માની વાણીમાંથી નીકળે છે. પરમાત્માનું ઔદારિક શરીર સર્વકર્મબળથી રહિત પૂર્ણ વીતરાગતા યુક્ત કેવળજ્ઞાનીનુંછે. કારના દિવ્યધ્વનિ દ્વારા જે આત્મબોધ પ્રગટે છે. તે આત્મબોધ સમવસરણના જીવ ગમે તે યોનિમાં હોય તો પણ નિયમથી આત્માના બોધને દરેક આત્મા ગ્રહણ કરે છે. તેનું રહસ્ય એ છે કે પરમાત્માની વાણી સાતિશય યુક્ત છે. આત્માના અનંતાગુણોના પૂર્ણ પ્રગટપણા પછી તેમાંથી વહેલી શુદ્ધજ્ઞાન ધારા છે. આ શુદ્ધજ્ઞાન ધારાને જે દિવ્ય ધ્વનિ દ્વારા પરમાત્માએ વહાવી છે તેને દરેક જીવો પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે સમજી શકે છે.કોઈપણ જીવ
Jain Education International
www.jainelibrary.org
For Private & Rersonal Use Only
(૨૨૫)