________________
સમવસરણ જેવા ઉત્તમ નિમિત્ત મળવા છતાં તે બોધને ગ્રહણ તો સૌએ પોતાની ઇચ્છા મુજબ, શક્તિ મુજબ અને સમજ મુજબ કર્યો. તેથી ૐ કારના એક જ દિવ્ય ધ્વનિમાંથી કોઈએ સ્વર્ગ પ્રાપ્તિ માટે તેનું અર્થઘટન કર્યું તો કોઈએ મોક્ષપ્રાપ્તિ માટે તેનું અર્થઘટન કર્યું. આમ આ દિવ્ય ધ્વનિ દ્વારા આપણને એ બોધ મળે છે કે જીવ સવળો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગને પામે છે અને બહિર્મુખ રહી અન્ય પુરુષાર્થ કરે તો સ્વર્ગના સુખો મળે તો પણ તેનું ભવભ્રમણ ચાલુ રહે છે. શ્લોકમાં પરમાત્માના દિવ્ય ધ્વનિની જે વાત કરી છે તે દ્વારા આપણને સાચા મોક્ષ સુખની પ્રાપ્તિનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે.
આ
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
(૨૨૭)
www.jainelibrary.org