________________
છે. સામાન્ય જીવોની આ વાત કરીએ છીએ ત્યારે તે વાત જૈનકુળમાં જન્મેલા જીવોને પણ વિચારવી આવશ્યક ગણાશે કે તેની રુચિ શ્રીભક્તામર સ્તોત્ર દ્વારા આત્મકલ્યાણની છે. કે તેના ઋદ્ધિ, મંત્ર અને આરાધન દ્વારા લૌકિક કલ્યાણની છે? જો લૌકિક કલ્યાણની તેની કામના હોય તો તે હરિહરાદિક સામાન્ય દેવોને પૂજનારા મનુષ્ય જેવો જ ભવભ્રમણ કરનારો જૈનકુળમાં જન્મેલો આત્મા છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ સ્તોત્રના આરાધન દ્વારા ઇચ્છિત લૌકિક લાભ પ્રાપ્ત ન થાય તો તે અન્ય સ્તોત્રના આરાધન દ્વારા તે લાભની પ્રાપ્તિ માટે તેમ કરશે તેમ માની શકાય. સામાન્ય જીવોની ભૌતિક ઇચ્છાઓના સંદર્ભમાં ગમે તે કુળમાં તે જન્મેલાં હોય તો પણ ઇચ્છાપૂર્તિ માટે તે કેવાં લોલુપ હોય છે. તેના અનુસંધાનમાં આ વાતનો નિર્દેશ કરી આ સ્તોત્રના રચનાકાર પોતાની શુદ્ધ આત્મદશાના સંદર્ભમાં શું ત્યજવા યોગ્ય છે અને શુ ભજવા યોગ્ય છે, તેનો સ્થિર બુદ્ધિથી નિર્ણય કરી અહીં એમ જણાવે છે કે “લૌકિક સુખની કામનાવાળા લોકો અને તેમની તે પ્રકારની ઈચ્છાઓને સંતોષતા દેવો આ બધું જોયા જાણ્યા પછી મને એ વાતનો અજબનો સંતોષ છે કે મારું ચિત્ત તો હે સર્વજ્ઞ પરમાત્મા આપનામાં જ રોકાયું છે. ”
અહીં આચાર્ય ભગવંત પોતે પોતાના આ નિર્ણયથી પરમ સંતુષ્ટ છે. આ જગતમાં આશ્રય કરવારૂપ એક માત્ર આત્મા છે અને તે આત્મામાંથી પૂર્ણ સ્વરૂપે પોતાની પૂર્ણ કેવળજ્ઞાનની પરમ વીતરાગ દશાને શ્રી ઋષભ જિનેશ્વરે પ્રગટ કરી છે. તેમ થતાં જન્મ-મરણનો નાશ થયો છે. ભવ-ભ્રમણનો નાશ થયો છે. સર્વ ઇચ્છાઓ અને કામનાઓ નાશ પામી છે. રાગદ્વેષ અને કષાયથી રહિત થયા છે. સર્વકર્મનો ક્ષય થયો છે. અને પ્રભુ પરમ આનંદમાં અતિન્દ્રિય આનંદમાં, અનંત ગુણોના સાગરમાં, સ્વરૂપ રમણતામાં લીન છે. આવા પરમાત્મપદનો યથાર્થ મહિમા આવ્યા પછી જગતના નશ્વર સુખો અને ભવભ્રમણ જેને ગમે છે અને લૌકિક કામના માટે જે દેવોને ભજે છે, તેમનાથી સિંહ-ગર્જના કરી કવિ અલગ પડી ગયાં છે. તેમના માટે વીતરાગ પરમાત્માની ભક્તિ, તેમના તરફનું સમર્પણ અને પરમ વીતરાગ દશા તે તેમનું આત્મ લક્ષ છે, અહીં કવિની આત્મદશા અને હેય-ઉપાદેયનો નિર્ણય એટલો બધો સ્પષ્ટ છે કે તેમને પોતાને આત્મસ્વરૂપની સ્થિરતા સિવાય અને પરમાત્માની ભક્તિ સિવાય બીજું કાંઈ ખપતું નથી. અહીં આત્મબોધ એ છે કે જ્યાં સુધી સંસાર ખારો ઝેર લાગે નહીં અને સંસારના દરેક પદાર્થો, દરેક સંબંધો અને દરેક વસ્તુ અકારી ન લાગે અને સર્વથા નિરર્થક ન જણાય ત્યાં સુધી વીતરાગ પરમાત્મા તરફ સાચી પ્રીતિ થતી નથી, અંતર્મુખતાનો જન્મ થતો નથી, આત્માનુભૂતિના
(૯૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org