________________
પ્રથમ સોપાન સુધી આવી શકાતું નથી.
પરમાત્મદર્શન થયા પછી ભવાંતરે પણ સરાગીદેવ લોભાવી શકે નહીં.
આ શ્લોક રચનાકાર સમ્યક્ દષ્ટિ હતા તેમ નિઃશંકપણે જણાવે છે. રચનાકારની સ્થિતિ અને આત્મદશા ઘણી ઉન્નત છે. તેથી આ જ શ્લોકમાં તેઓ આગળ જણાવે છે કે આ લોકમાં હે પ્રભુ આપને દેખી લેવાથી વિશેષ, લાભ એ થયો કે કોઈપણ જન્માંતરમાં હવે કોઈ અન્ય દેવ મારા મનને હરી શકશે નહીં. આ વાક્યોમાં તેમના આત્મબળના સ્વાનુભવ પર રચાયેલી આ પંકિતઓ દ્વારા તેમની નિઃશંક આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે. અહીં તેમણે એમ જણાવ્યું છે કે, “આ લોકમાં આપને દેખી લેવાથી.’' અર્થાત્ પૂર્વના ક્ષયોપક્ષમથી અને વર્તમાન આત્મ પુરુષાર્થથી પોતાની ભક્તિ, પોતાની રુચિ અને પોતાના પરમાત્મા તરફના સમર્પણના કારણે અંતર્મુખ થઈ પ્રભુની પરમ વીતરાગ મુખમુદ્રાની જે અનુભૂતિ થઈ, પરમાત્મ દર્શનનો જે અતીન્દ્રિય અનુભવ થયો તે પછી તેમને એટલી બધી અજબ દૃઢતા સાથે રણટંકાર કર્યોછે કે તેમને જે અનુભૂતિ થઈછે, પ્રભુનું જે દર્શન થયું છે તેની આત્મારૂપી દર્પણ ઉપર એવી અમર છબિ ચિત્રાઈ ગઈછે કે હવે ગમે તેટલા ભવ બાકી હોય તો પણ જન્માંતરોમાં પણ ભવિષ્યના કોઈપણ જન્મની અંદર કોઈપણ દેવ તેમને લોભાવી શકે તેમ નથી. શ્રીભક્તામર સ્તોત્રનો આ એકવીસમો શ્લોક એક દસ્તાવેજી પુરાવા સમાન છે કે મહાકવિ આચાર્ય પ્રવર માનતુંગસૂરીશ્વરજીને સમ્યગ્ દર્શન થયેલું જ છે. તેની પ્રતીતિ એછે કે હવે પછીના જન્માંતરોમાં અન્ય દેવો તેમના ચિત્તને હરી શકે તેમ નથી, તેમના ચિત્તને લોભાવી શકે તેમ નથી. સમ્યગ્ દર્શન વિના આટલી દૃઢતાપૂર્વક આ રજૂઆત થઈ શકે નહીં, તેમની અનુપમ ભક્તિ અને સમર્પણ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર તરફ એટલું ઉત્કૃષ્ટ છે કે તેમાંથી નિષ્પન્ન થતી નિઃશંક શ્રદ્ધાએ ગગનભેદી ગર્જના કરી છે કે હવે પછી ગમે તે જન્મ ધારણ કરવો પડે, ગમે તે યોનિમાં જાય, ગમે તેટલા જન્માંતર થાય તો પણ જિનેશ્વર ભગવાન શ્રીઋષભદેવના આ લોકમાં વર્તમાન પુરુષાર્થ જે અતીન્દ્રિય દર્શન થયાં છે. ( જે સમ્યગ્ દર્શન થયું છે.) તે દરેક અનાગત જન્મમાં તેમની સાથે રહી તેમને પરમપદ અપાવશે.
Jain Education International
For Private & Personal Use Only
(૯૯)
www.jainelibrary.org