________________
થાય ત્યાં સુધી પ્રભુનું કીર્તન રામબાણ ઔષધ હોવા છતાં સફળ થતું નથી. જીવના અંતરમાં સદ્દભાવ કોઈપણ કામના તરફનો રહ્યો હોય, કોઈપણ ઇચ્છા તરફ સદ્દભાવ રહ્યો હોય તો ઇચ્છા તરફનો અભાવ છે તેના માટે પ્રભુનું સ્મરણ સફળ થવામાં બાધક પરિબળ તરીકે કામ કરે છે. ઇચ્છાઓ ક્યાંથી જન્મે છે અને કામ શું છે તેની જેમ જેમ સૂક્ષ્મ વિચારણા પ્રગટે તેમ તેમ તેના સાચા સ્વરૂપ વિષેની સમજ કેળવાતી જાય.
કામ અને કામના વિશે વિશેષ વિચારણા
કામ પોતે અધોગમનના સ્વરૂપમાં હોય ત્યારે જીવ વિષય વાસનારૂપે તેને અનુભવે છે અને તે જ કામ જ્યારે ઉર્ધ્વ સ્વરૂપમાં પરિણમે છે ત્યારે તે બ્રહ્મનો અનુભવ કરાવે છે. આત્માનંદનો અનુભવ કરાવે છે, જેવી રીતે બહુ મૂલ્યવાન કીમતી હીરા પાસે તેના જેવા જ ચમકતા કાચના ટુકડાની કોઈ કિંમત નથી તેવી રીતે જેને બ્રહ્માનંદ અથવા આત્માનંદનો અનુભવ કર્યો હોય તેને કામાગ્નિ બાળી શકતો નથી. આ શ્લોકમાં ગર્ભિત રીતે આ વાત જણાવવામાં આવેલી છે, પરંતુ તે ઉપર જેને સૂક્ષ્મતાપૂર્વક રુચિ પ્રગટે તેને તેનું રહસ્યદર્શન થઈ શકે. નિસ્તેજ ચહેરા સાથે ફરતા બ્રહ્મચારી સાધકો અને ત્યાગીઓ શા માટે પ્રભુના નામરૂપી જળનો છંટકાવ કરી કામરૂપી દાવાનળને શાંત નથી કરી શક્યા તેનું રહસ્ય હવે સમજાયું હશે. જ્યાં સુધી પરમશુદ્ધ ચૈતન્ય પરમાત્મા ઉપર યથાર્થ રુચિ અને પ્રીતિ જાગે નહીં ત્યાં સુધી કામ અને કામના જીવને પરાસ્ત કરતા રહે છે, તેને હરાવે છે, તેને મૂંઝવે છે, તેને પછાડે છે. જીવ કામ અને કામનાને નાથવા માટે લાખ કોશિશ કરે, હજારો પ્રતિજ્ઞાઓ કરે અને તેના દમન માટે ગમે તેટલી યુક્તિ પ્રયુક્તિ કરે તો પણ તે સફળ થઈ શકતા નથી, અને એટલા માટે જ આ શ્લોકમાં જે અગ્નિ અને જે દાવાનળની વાત કરી છે, જે પ્રલયકાળના પવનની વાત કરી છે અને તેના ઊડતા તણખા દ્વારા જે સર્વનાશની વાત કરી છે તે એક રીતે યથાર્થ છે, પરંતુ તેમાં અભય વચન આપતા હોય તે રીતે આ તેત્રના રચનાકાર આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી જણાવે છે કે જેના હૃદયમાં પરમાત્મા તથા પરમાત્માના ગુણો તથા પરમાત્માએ ચિંધેલા માર્ગ તથા સાચી રુચિ અને પ્રીતિ જાગી છે તે પરમાત્માનું નામ અને પરમાત્માનું ભજન યથાર્થ રીતે કરી શકે છે અને તેના કરેલા સાચા ભક્તિભાવવાળા કીર્તનરૂપી જળનો જ્યાંછંટકાવ કરે છે ત્યાં કામાગ્નિરૂપી કામનારૂપે સમસ્ત દાવાનળ સદા સર્વદા માટે શાંત થઈ જાય છે. આમ આ શ્લોક દ્વારા કવિશ્રીએ ભક્તિમાર્ગનું ગૂઢ રહસ્ય જણાવ્યું છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૧૬)