________________
ભક્તામર શ્લોક ૩૭ रक्तक्षणं समदकोकिलकण्ठनीलं, क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशड्क -
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥३७॥ ભાવાર્થ :
હે પ્રભુ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્ર રહેલા હોય તે પુરુપ રક્તનેત્રવાળા મદોન્મત કોયલના કંઠ જેવા કાળા, ક્રોધથી છંછેડાયેલા, ઊંચી ફેણવાળા અને સન્મુખ દોડી આવતા એવા સર્પને પણ શંકા વગર પોતાના બે પગ વડે ઉલ્લંઘે છે.
અર્થાતુ હૃદયમાં આપનું ધ્યાન ધરનારને ભયંકર સર્પ કશું કરી શકતા નથી. તે ૩૭ || આપનો ભક્ત મહાભયંકર નાગથી પણ ડરતો નથી.
શ્રી ભક્તામર સ્તોત્રના સાડત્રીસમાં શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ! જેના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્રો હોય તેને ગમે તેવો વિષધર ઝેરી નાગ પણ કંઈ કરી શકતો નથી. આ નાગના વર્ણનરૂપે એમ જણાવાયું છે કે ક્રોધથી છંછેડાયેલો, ઊંચી ફણાવાળો અને મદોન્મત્ત કોયલના કંઠ જેવો કાળો, લાલ આંખોવાળો નાગ સન્મુખ દોડી આવતો હોય તો તેવા નાગથી લેશમાત્ર ભયભીત થયા વિના, કોઈપણ જાતની શંકા વિના સામાન્ય રીતે પસાર થતો હોય તે રીતે આવા નાગને ઓળંગીને એવી વ્યક્તિ જ પસાર થઈ શકે છે જે હૃદયમાં આપનું ધ્યાન ધરે છે અને એ રીતે ધ્યાન ધરવાના કારણે જાણે કે તેણે નાગદમની મંત્ર સિદ્ધ કર્યો હોય તે રીતે તે નાગને ઓળંગી જાય છે.
ક્રોધ કષાય - ચંડકૌશિકનું દ્રષ્ટાંત આ શ્લોક પણ છત્રીસમા શ્લોકની જેમ અર્થગંભીર રહસ્યનો સૂચક છે. અહીં જે નાગનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં તેને ક્રોધથી છંછેડાયેલો અને રક્તનેત્રવાળો કહ્યો છે. આમ, નાગ સ્વયં ક્રોધનું પ્રતીક છે. ક્રોધ એ એવો કષાય છે કે જેને ઋષિમુનિઓ પણ પરાસ્ત કરવામાં વિષમ પ્રસંગે હારી જતા હોય તેવા કથાનુયોગમાં દષ્ટાંતો જોવા મળે છે. અહીં, નાગ સ્વયં ક્રોધનું પ્રતીક
Jain Education International
For Pr(989) sonal Use Only
www.jainelibrary.org