________________
બધાનું મૃત્યુ નિશ્ચિત હતું. તેથી, શેઠે ધીરજપૂર્વક આવી આપત્તિના સમયે શ્રી ભક્તામર સ્તોત્રના ૩૬માં શ્લોકનું આરાધન કર્યું. તેથી, પ્રસન્ન થયેલા શાસનદેવે પ્રગટ થઈ શેઠને એક જળ ભરેલો ઘડો આપ્યો. ચતુર વણિક સાનમાં સમજી ગયો. આગની જ્વાળાઓ ઉપર તે જળના ટીપાંનો સ્પર્શ થતા વેત બધી આગ બુઝાઈ જતી હતી તેથી થોડું-થોડું જળછાંટતા જંગલની આગ બુઝાવતા-બુઝાવતા જિનદાસ શેઠે વણઝારાને હેમખેમ તેના પશુધન અને માલસામાન સહિત જંગલની બહાર લાવી દીધો. આથી, પ્રસન્ન થયેલા તે વણઝારાએ પોતાની કમાણીમાં શેઠનો અડધો ભાગ રાખ્યો. આમ, ફરીથી નસીબનું પાંદડુ ફરતાં દૈવયોગે જિનદાસ શેઠ ધનવાન થયા.
આમ, ગમે તે સ્થિતિમાં જે સંતની સેવા કરે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને તેના શુભકર્મનું ફળ અવશ્ય સારું મળે છે.
બ્લોક નં. ૩૭ ની વાર્તા ફ્લીધર નાગ ક્લનો હાર બન્યો. દેવપુર નગરમાં સીરચંદ નામે જૈન શ્રાવક રહેતા હતા. તેને સુવ્રતા નામે એક ગુણીયલ અને ધર્મપરાયણ પુત્રી હતી. એક વખત તે નગરમાં વેપાર માટે બહારગામથી વિદ્યાચંદ્ર નામે વેપારી આવ્યો. તે ઘણો માયાળુ સ્વભાવનો હતો. તેથી, તેને ઘણા લોકો સાથે ગાઢ સંબંધ બંધાયો અને નગરમાંથી વેપાર કરી ઘણું ધન પણ કમાયો.
વિદ્યાચંદ્રના પ્રગાઢ સંબંધના કારણે સીરચંદે શૈવધર્મી હતો છતાં તેની સાથે તેણે પોતાની પુત્રી સુવ્રતાને પરણાવી. પછી વિદ્યાચંદ્ર સુવ્રતાને લઈ પોતાના વતન પાછો આવ્યો. સાસરામાં શૈવધર્મની પ્રધાનતા હતી અને સુવ્રતા ચુસ્ત જૈનધર્મી હતી તેથી, સાસરામાં તેની એક યા બીજી રીતે અવગણના થવા લાગી. વળી, વિદ્યાચંદ્રના બીજા લગ્ન તેના માતાપિતાએ વસુમતિ નામની કન્યા સાથે કરાવ્યા. આમ, ગુણીયલ અને ધર્મપરાયણ સુવ્રતા જૈન હોવાથી ક્રમે-કમે તે બધાના તિરસ્કાર અને અવગણનાનો ભોગ બની.
વિદ્યાચંદ્ર પણ તેની બીજી પત્ની વસુમતિનો કહ્યાગરો કંથ બન્યો. સુવ્રતાને રહેવા જુદી ઓરડી આપી દીધી. વસુમતિની ઇચ્છા સુવ્રતાનું કાસળ કાઢી નાખવાની હતી. તેથી, તેણે જે યોજના ઘડી તે પ્રમાણે વિદ્યાચંદ્ર સુવ્રતાને મારી નાંખવા માટે ગારૂડી પાસેથી એક ઝેરી સાપ લાવી એક ઘડામાં તેને પૂરી વસુમતિ અને વિદ્યાચંદ્ર સુત્રતાની ઓરડીએ ગયા અને સુવ્રતા તરફ દંભપૂર્વક ખૂબ પ્રેમભાવ દર્શાવવા લાગ્યા. ભોળી સુવ્રતા હર્ષઘેલી થઈ. તે વખતે વિદ્યાચંદ્ર
Jain Education International
For Priva( ? C3) nal Use Only
www.jainelibrary.org