________________
ભટકે છે. તેવી રીતે મનના આશ્રયે સુખની શોધમાં બહાર ભટકતા જીવને એ ભાન નથી કે સુખની શોધ માટે તેણે જે મનનો આશ્રય લીધો છે તે મન તેનો મિત્ર નથી પણ શત્રુ છે. તે મન ચોકીદાર નથી પણ ચોર છે. તે મન જ તેને અનંતકાળથી ભવભ્રમણમાં ભમાવનાર છે. મોહ અને વિકલ્પથી ઘેરાયેલું મન સુખની શોધમાં ચોતરફ ઝાવાં મારે છે.
આપણે ઉપર જણાવ્યું તેમ આવું ભટકતું મન જ્યારે સ્વયં નિર્ણય લે છે કે અંતરનું સુખ અંતરમાં છે અને મોહ અને વિકલ્પના કારણે આ સમસ્ત સંસાર ઊભો થાય છે અને વધતો જાય છે. ત્યારે યથાર્થ નિર્ણય લીધા પછી મન ઉપશાંત દશાને પામે છે. વિકલ્પોની જાળ તૂટે છે. છેવટે મોહ પણ ક્ષીણ થતો જાય છે ત્યારે અંતર્મુખતાની એ દશામાં આત્મગુણોની પ્રતીતિ થાય છે. તેની ઉજ્જવળતાનો અનુભવ થાય છે. તેની સાચી શીતળતાનો અનુભવ થાય છે. અને આત્મદશાની ઉન્નતિના આ વિકાસક્રમને ચંદ્રની કળા સાથે સરખાવીને એમ કહી શકાય કે જ્ઞાન દશાનો પ્રારંભ અને તેની સ્થિતિ શુક્લ પક્ષના એકમના ચંદ્રની કળા જેવી છે તો પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ અને પરમાત્મપદની સ્થિતિ સોળે કળાએ ખીલેલા પૂનમના ચંદ્ર જેવી છે. જે સંદર્ભમાં આ શ્લોકમાં પરમાત્માના ગુણોને ચંદ્ર સમા ઉજ્જવળ જણાવાયા છે. જે જાણે છે તે બોલતો નથી, જે બોલે છે તે જાણતો નથી.
ગુણોના સાગર સમાન પરમાત્માના ગુણોને ચંદ્ર સમાન ઉજ્જવળ જણાવીને આગળ એમ કહેવામાં આવ્યું છે કે, આ ગુણો કેવા છે તેનો યથાર્થ અને સાચું વર્ણન કરવા માટે બુદ્ધિનો ગમે તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે તો પણ બૃહસ્પતિ જેવા સમર્થ દેવોના ગુરુ પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. આ વાત તદ્દન સાચી છે. કેમ કે જે દશા, સ્થિતિ કે ભૂમિકા પર દેવોના ગુરુ બૃહસ્પતિ ઊભા છે તે ભૂમિકા ઉપરથી પરમાત્માના અનંતાગુણો અને તેમની સર્વજ્ઞતા ઇત્યાદિનું વર્ણન કરવું અશક્ય છે કેમ કે બુદ્ધિના કોઈ પણ સીમા પ્રદેશની પેલે પાર અનંત અતિન્દ્રીય ગુણો રહેલા છે. ઇન્દ્રિયો દ્વારા કે બુદ્ધિ દ્વારા આ ગુણોનું વર્ણન કરવું સર્વથા અસંભવ છે. મૂંગો માણસ ગોળના સ્વાદનું વર્ણન જેમ ઇશારાથી સમજાવી ન શકે. તેવી રીતે પરમાત્માના ગુણોને વિશે કથન તો થઈ જ ન શકે થઈ શકે તો મારા અંગુલીનિર્દેશ થઈ શકે. આત્માના અનંતાગુણ અને સુખનો અનુભવ તે અતિન્દ્રીય જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયો દ્વારા તે કદાપિ કહી શકાય તેમ નથી. જે અનુભૂતિનો વિષય છે, જે સ્વસંવેદનનો વિષય છે, જે અનિર્વચનીય
(૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org