________________
છે, તે વાણી દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એટલું જ નહીં પણ દઢતાપૂર્વક કહી શકાય કે “જે જાણે છે તે બોલતો નથી, અને જે બોલે છે તે જાણતો નથી.” આવી વસ્તુસ્થિતિનો વિષય હોવાથી દેવોના ગુરુ સ્વયં બૃહસ્પતિ પણ પરમાત્માના આ ગુણોનું વર્ણન કરવા કેવી રીતે સમર્થ હોઈ શકે? તેમ આ શ્લોકમાં જણાવાયું છે.
પરમાત્માના ગુણોનું વર્ણન અસંભવ છે.
પરમાત્માના ગુણોનું વર્ણન કરવું કેટલું બધું અશક્ય છે ?તે સમજાવવા માટે આ જ શ્લોકમાં એમ કહેવાયું છે કે સમસ્ત પૃથ્વીના નાશનો - મૃત્યુસમાન જેમ પ્રલયકાળ આવ્યો હોય એવા પ્રલયકાળ કલ્પનાતીત વેગથી જેમ ઝંઝાવાતી વાયુ ફૂંકાતો હોય અને સમુદ્રની અંદર થોડા ઘણાં નહીં પરંતુ મગરમચ્છોના ટોળેટોળાં પ્રલયકારી ગગનચુંબી મોજાંની સાથે
છળી રહ્યાં હોય તેવાં મહાભયંકર વિનાશકારી સમયે શું કોઈ વ્યક્તિ ફક્ત પોતાની બે ભુજા વડે આવા મહાસાગરને તરી શકે? જેમ પ્રલયકાળના ઝંઝાવાતી ગગનચુંબી છળતાં મોજાંવાળા મહાસાગરને તરવો અશક્ય છે તેવી રીતે હે પ્રભુ, આપના ગુણોનું વર્ણન પણ અશક્ય છે. તેમ આ શ્લોકમાં જણાવાયું છે. ભગવાનના અનંતાગુણોનું વર્ણન અશક્ય હોવાનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે બુદ્ધિ દ્વારા દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય વગેરે ગુણો વિશે વિચાર કરી શકીએ છીએ. જ્યારે પરમાત્માના ગુણો અનંત છે અને એક એક ગુણની અંદર અનંત ઊંડાણ અને સામર્થ્ય રહેલું છે. જે ફક્ત અનુભૂતિનો વિષય છે અને તે અનુભૂતિ પણ જ્ઞાનીની હોય ત્યારે જ્ઞાની તેને જાણી અને અનુભવી જરૂર શકે. પરંતુ પરમાત્માના ગુણો સ્વયં અતિન્દ્રીય જ્ઞાનનો વિષય હોવાથી તેનું ઇન્દ્રિય દ્વારા વર્ણન સર્વથા અસંભવ
આમ શ્રી ઋષભદેવ પરમાત્માના ગુણોનો મહિમા આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજીએ આ ચોથા શ્લોકમાં જણાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૩૯).