________________
આસક્ત એવો જીવ પોતાના સ્વાનુભવના બળ ઉપર અનંત સંસાર અને પરપદાર્થની નિરર્થક્તાનો જેમ જેમ અનુભવ કરતો જાય છે, તેમ તેમ તેને પોતાની પરાધીન દશાનું ભાન થાય છે. અને સ્વાધીનતાની પ્રાપ્તિની ઝંખના જાગે છે. આ રીતે પરપદાર્થોને છોડવા માંગતો અને છોડનારો આત્મા જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે તેની અંતરાત્મદશામાં સ્વાધીનતાના સુખની આછી ઝલક મળે છે. પોતાના આત્મતત્ત્વ અને આત્મગુણોનું દર્શન થાય છે. ત્યારે સ્વાનુભૂતિમાં આપોઆપ જણાય છે કે પોતે જે બાહ્યગુણોના દંભી, પાખંડથી કે લૌકિક દૃષ્ટિએ પકડીને પોતાના કુળ, પરિવાર અને સમાજમાં સજ્જનતાની, ઉદારતાની અને દાનાદિકની પ્રતિભા ઊભી કરી જે ગુણોને સાચા હીરા સમાન માન્યા હતા, તે ફક્ત અહંકારના પાયા ઉપર ઊભેલા ચમકતા કાચના ટુકડાથી વિશેષ કાંઈ જ નહોતા.
ગુણોની તુલના ચંદ્ર સાથે કરવાનું રહસ્ય
આ શ્લોકમાં અંતરાત્મદશાની ઊંચી ભૂમિકા ઉપરથી મહાકવિને પોતાના આત્મગુણોની ઝાંખી થવા સાથે પરમાત્માના અનંતાગુણોનું જે વિરાટ દર્શન થયું તેના આધારે તેમના શ્રી મુખેથી પરમાત્માની તુલના ગુણોના સાગર સાથે થઈ છે. પરમાત્માને એક તરફ ગુણોના સાગર કહ્યા છે. તો બીજી તરફ તે ગુણોની સરખામણી ચંદ્રની ઉજ્જવળતા સાથે કરેલી છે. ગુણોને ઉજ્જવળ કહ્યા છે. અર્થાત્ ચંદ્ર જેવા ધવલ કહ્યા છે તો તેમાં એ પણ અભિપ્રેત છે કે આ ગુણો ચંદ્ર જેવા શીતળ પણ છે. અહીં પ્રતીક તરીકે ચંદ્રને જે રીતે લેવામાં આવ્યો છે તેથી એમ કહી શકાય કે તેની ધવલતા અને શીતળતાનો સંબંધ પૂર્ણ શુદ્ધતા સાથે રહેલો છે. વિશેષ સમજૂતીના સંદર્ભમાં એમ કહી શકાય કે સૂર્ય આત્માનું પ્રતીક છે તો ચંદ્ર મનનું પ્રતીક છે. સંસારના પ્રત્યેક માનવી આધિ-વ્યાધિ અને ઉપાધિ જેવાં ત્રિવિધ તાપની દાહકતામાં શેકાયા કરે છે. આમ થવાનું કારણ દરેક માનવી મનની ભૂમિકા ઉપરથી સુખની કલ્પના કરી તેની શોધમાં કસ્તુરી મૃગની જેમ ભટક્યા કરે છે તેમ કહેવાયું છે કે :
“कस्तूरी कुंडल वसे, मृग ढूंढे वनमांही
__ ऐसे घटी घटी राम है, दुनिया देख्ने नाहीं ।" સુખની શોધમાં ભટકતા માનવીને અંતરનું સુખ અંતરમાં છે એનું ભાન નથી. જેમ મૃગની અંદરથી જે કસ્તૂરીની સુવાસ આવતી હોવા છતાં સુવાસને બહારથી આવેલી માની વન-વન, જંગલ-જંગલ કસૂરી માટે મૃગ
(૩૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainéfibrary.org