________________
આમ આ ગાથામાં જીવની વિભિન્ન અવસ્થાનું વર્ણન સૂર્યના ઉદયઅસ્ત દ્વારા અનાદિથી થતાં જન્મ-મરણ અને ભવ-ભ્રમણથી સૂશ્ચિત થયું છે. વાદળોથી ઢંકાતા સૂરજની ઉપમા રાગ, દ્વેષ, અજ્ઞાન અને અહંકારરૂપી વાદળોથી ઢંકાયેલા આત્મા સાથે કરી શકાય, જે વાદળો આત્મા ઉપર આવરણરૂપે છવાયાં છે તે ખસે તે પહેલાં જન્મ-મરણનું ચક્ર ચાલુ થઈ જાય છે. કોઈક સુભાગીજીવ સમ્યગદર્શન પામે અને તે વમી જાય તો રાહુથી ગ્રસિત થયેલા સૂરજ જેવી તેની સ્થિતિ થાય છે. અને શ્લોકના પ્રારંભમાં જે જણાવ્યું તે રીતે જે ભવ્ય આત્મા મન-વચન અને કાયાના યોગથી મૌનધારણ કરી મુનિ થઈ, સર્વ કામનાઓથી રહિત થઈ, પોતાના સ્વરૂપમાં ઠરે છે, તે પરમપદને પામે છે. આ શ્લોકમાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર આ પરમોચ્ચ સ્થિતિ-પદને પામ્યા છે. તે અર્થગંભીર રહસ્યપૂર્ણ માર્મિક વાત આ શ્લોકમાં આ રીતે જણાવી છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૮૬).