________________
સૂર્યને આત્મા કહીએ તો શ્રી ઋષભ જિનેશ્વરને પરમાત્મા કહીએ. આત્માની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપણામાં છે. આત્મામાંથી પરમાત્મા થવાનું ધ્યેય સર્વજીવોનું હોવું જોઈએ. પણ તેમ થતાં પહેલાં મોક્ષમાર્ગની આ યાત્રામાં શું બને છે, તે વિચારીએ. જેમ સૂર્યનો ઉદય અને અસ્ત છે. તેમ જીવનું જન્મ અને મરણ છે. પ્રાતઃકાળે ઉદય પામેલો સૂર્ય દરેક સમયે સૂર્યાસ્ત તરફ ગતિ કરતો હોય છે. જીવ જન્મ ધારણ કરે તે જ સમયથી તેની મૃત્યુની યાત્રાનો પણ આરંભ થઈ જાય છે. અનાદિથી સૂરજ રોજ ઊગે છે અને રોજ આથમે છે. અનાદિથી આ જીવ પણ જન્મ-મરણના ફેરા ઉદય અને અસ્તરૂપે ફરતો જ રહ્યો છે. જેમાં એક મુસાફર પ્રવાસમાં નજીકમાં દષ્ટિગોચર થતાં વૃક્ષને કારણે તેની પાછળ ઘણે દૂર રહેલાં વૃક્ષથી હજારો ઘણા મોટા પર્વતને જોઈ નથી શકતા. જેમ વાદળ ઓથે ઢંકાયેલા સૂર્યને વાદળ કરતાં તે અસંખ્ય ઘણો મોટો હોવા છતાં આપણી નજીકમાં રહેલા વાદળે તેને ઢાંક્યો હોવાથી સૂરજને આપણે જોઈ શકતા નથી. તેથી સૂરજનું કે ડુંગરનું અસ્તિત્વ કેવી રીતે નકારી શકાય. વાદળ અને વૃક્ષ જરા પણ મૂલ્યવાન નથી, અને છતાં પણ તેઓ સૂરજ અને ડુંગરના અસ્તિત્વને અલ્પકાળ માટે ઢાંકતા જણાય છે.
અહીં ડુંગર કે સૂરજ તરીકે આપણે આત્માને લેવાનો છે. તે સૂર્ય સમાન મૂલ્યવાન હોવા છતાં, સહજપણે દષ્ટિગોચર થાય તેવો હોવા છતાં
જ્યાં સુધી આપણે વાદળ ઉપર દૃષ્ટિ કરીએ ત્યાં સુધી તે દેખાતો નથી. વાદળ અંધકારનું પ્રતીક છે. અજ્ઞાનનું પ્રતીક છે. અહંકાર અને મોહનું પ્રતીક છે. વાદળ હંમેશા અલ્પકાળ માટે આવે છે. પરંતુ આ અલ્પકાળ એટલે – પોતાનો ભવ અર્થાત્ જીવન પૂરું થાય ત્યાં સુધી જો જીવ વાદળ ઉપરથી દષ્ટિ ન ખસેડે તો તેને આત્મારૂપી સૂરજના દર્શન થાય કેવી રીતે? જીવ એટલી બધી દૃઢ મિથ્યા માન્યતામાં રાચે છે કે તે પોકારી પોકારીને વાદળને મિથ્યા કહેતો હોવા છતાં નિઃશંક પણે તેને સત્ય માને છે. અને આત્માને નિઃશંકપણે સત્ય કહેતો હોવા છતાં અંતરથી તેને કાં મિથ્યા માને છે, તે અંગે સંપૂર્ણ શંકાશીલ છે, તેને સ્વીકારતો નથી. સૂર્ય સમ્યગુ દષ્ટિ આત્માનું પ્રતીક છે. કદાચિત્ કોઈ કાળે તે રાહુથી ગ્રસિત થાય તો પણ તે અવશ્ય પુનઃ સમ્ય દર્શન પ્રાપ્ત કરી પરમપદને પામે છે. રાહુથી ગ્રસિત સૂરજ જેમ કેટલાક કાળ માટે જણાતો નથી તેવી રીતે સમ્ય દર્શન વમી જાય તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ તે તેની મર્યાદા છે. તે પછી જીવ ફરીથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૮૫)