________________
ભક્તામર શ્લોક ૩૯ कुंताग्रभिन्नगजशोणितवारिवाह - वेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षा -
स्त्वत्पादपंकजवनायिणो लभन्ते ॥३९।। ભાવાર્થ :
હે પ્રભુ!તમારા ચરણ કમળનો આશ્રય કરનાર મનુષ્યો ભાલાના અગ્રભાગથી ભેદાયેલા હાથીઓના રૂધિરરૂપી જળપ્રવાહને વિષે વેગથી પ્રવેશ કરી તેને પાર કરવા માટે વ્યાકુળ થયેલા વીરો વડે ભયંકર દેખાતા યુદ્ધને વિષે દુર્જય શત્રુઓનો પરાભવ કરી વિજય પામે છે. ૩લા અહંકારરૂપી ગજરાજને પ્રભુનું નામસ્મરણ જ હણી શકે.
શ્રી ભક્તામર સ્ત્રોતના ઓગણચાલીસમાં શ્લોકમાં પણ રણસંગ્રામની વાત જણાવી છે. જેમાં મનુષ્યોના ભાલાના ઉગ્ર પ્રહાર વડે ગંડસ્થળ ભેદાતાં હાથીઓના ચીત્કાર અને તે સાથે વહેતી લોહીની નદીઓ અને તેના પ્રવાહની વાત કરી છે. રણ સંગ્રામના વીરો વડે જે ભયંકર યુદ્ધ ખેલાય છે તેમાં દુર્જય શત્રુઓનો પરાજય કરીને વિજય ફક્ત તે લોક જ પામે છે. જેમણે પ્રભુના ચરણ કમલનો આશ્રય લીધો હોય. આમ, અહીં પણ એમ કહેવાયું છે કે પ્રભુના ચરણનો આશ્રય લેનાર દુર્જય શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે.
પ્રથમ દષ્ટિએ તો આ શ્લોક આડત્રીસમા શ્લોક સમાન જણાય છે. અને ખરેખર તેમાં સમાનતા પણ છે. પરંતુ અહીં આશયની ભિન્નતા છે અને તેથી રહસ્ય પણ ભિન્ન છે.
અહંકારનું સૂક્ષ્મ વિજ્ઞાન અહીં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે આ રણ સંગ્રામમાં વીરો ભાલાના અગ્રભાગ વડે હાથીઓના ગંડસ્થળને ભેદી નાખે છે. તેથી પર્વત જેવા હાથીઓ ધરાશાયી થતાં લોહીની નદીઓનો પ્રવાહ વેગથી વહેવા લાગે છે. આ વાત એક સૂક્ષ્મ રૂપક તરીકે વિચારવી રહી. પ્રાણીઓમાં હાથી મહાકાય પ્રાણી છે. તે તાકાતવાન પ્રાણી છે. હાથી ગાંડો થાય તો વન-જંગલનો નાશ કરી નાંખે. શહેરમાં હોયતો માલ-મિલ્કત અને મનુષ્ય સહિત નાનાં-મોટાં પ્રાણીઓનો
Jain Education International
For P(943 jersonal Use Only
www.jainelibrary.org